Gujarat Covid19 Update: ગુજરાતની આ કંપની બાળકો પર ક્યારથી શરૂ કરી શકે છે ટ્રાયલ ?
કોવિડ વર્કિંગ ગ્રુપના ચેરમેન ડો.એનકે અરોરાએ કહ્યું, ઝાયડસ કેડિલાની રસી ટ્રાયલ માટે લગભગ તૈયાર છે. જુલાઈના અંત કે ઓગસ્ટમાં 12 થી 18 વર્ષના બાળકો પર તેના ટ્રાયલની શરૂઆત થઈ શકે છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના કાબુમાં આવી રહ્યો છે. કોરોનાની બીજી લહેર અંતના આરે છે. ધીરે ધીરે દેશમાં કોવિડનું સંક્રમણ ઘટી રહ્યું છે. જો કે વાયરસના મ્યુટેશને ફરી ચિંતા જગાડી છે. ડેલ્ટા બાદ હવે ડેલ્ટા પ્લસ વાયરસનું ધીરે ધીરે વધતું જતું સંક્રમણે ચિંતા વધારી છે. દેશમાં ડેલ્ટા પ્લસના 50થી વધુ કેસ નોંધાયા છે. આ દરમિયાન કેટલીક કંપનીઓ બાળકો પર રસીના ટ્રાયલની તૈયારી કરી રહી છે.
કોવિડ વર્કિંગ ગ્રુપના ચેરમેન ડો.એનકે અરોરાએ કહ્યું, ઝાયડસ કેડિલાની રસી ટ્રાયલ માટે લગભગ તૈયાર છે. જુલાઈના અંત કે ઓગસ્ટમાં 12 થી 18 વર્ષના બાળકો પર તેના ટ્રાયલની શરૂઆત થઈ શકે છે. આઈસીએમઆરે કહ્યું છે કે, ત્રીજી લહેર કદાચ મોડી આવશે. આગામી દિવસોમાં અમારો ટાર્ગેટ રોજના એક કરોડ ડોઝ આપવાનો છે.
Trial for Zydus Cadila vaccine is almost complete. By July end or in August, we might be able to start administering this vaccine to children of 12-18 age group: Dr NK Arora, Chairman, COVID working group
— ANI (@ANI) June 27, 2021
દેશમાં બે દિવસની રાહત બાદ ફરી એક વખત કોરોનાના નવા દર્દીની સંખ્યા 50 હજારને પાર થઈ હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 50,040 નવા કેસ આવ્યા અને 1258 લોકોના જીવ ગયા હતા. દેશમાં રિકવરી રેટ વધીને 96.75 ટકા પર પહોંચ્યો છે. દેશમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 5,86,403 છે.
દેશમાં કોરોનાના કુલ કેલ ત્રણ કરોડ 2 લાખ 33 હજાર 183 પર પહોંચ્યા છે. જ્યારે કુલ ડિસ્ચાર્જનો આંકડો બે કરોડ 95 લાખ 51 હજાર 029 છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 5 લાખ 68 હજાર 403 છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3 લાખ 95 હજાર 751 થયો છે.
દેશમાં ડેલ્ટા પલ્સના કેસ તમિલનાડુ, કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ, ગુજરાત, મધ્યપ્રદશમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ ડેલ્ટા પ્લસના સામે આવ્યાં છે. ડેલ્ટા પલ્સના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંદાયા છે.કોરોના સામે લડત આપવા માટે એક બાજુ વેક્સિનેશન ચાલી રહ્યું છે તો બીજી બાજુ ડેલ્ટા વાયરસ ધીરે ધીરે ફેલાઇ રહ્યો છે. ત્યારે સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે, શું વેકિનેશન આ ડેસ્ટા પ્લસ સામે રક્ષણ આપવામાં કારગર છે?