News
News
ટીવીabp shortsABP શોર્ટ્સવીડિયો
X

પદ્માવતી વિવાદ: પસંદગીના સંપાદકોને ભણસાલીએ બતાવી ફિલ્મ, સેંસર બોર્ડ નારાજ

FOLLOW US: 
Share:
નવી દિલ્લી: સંજય લીલા ભંણસાલીની ફિલ્મ પદ્માવતીની સેંસર બોર્ડ પહેલા બે ખાનગી ચેનલ ઈંડિયા ટીવી અને રિપબ્લિક ટીવીના સંપાદકોને પ્રસંશા કરવી ભારે પડી છે. સેંસર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશીએ તેના પર વાંધો ઉઠાવ્યો છે. બોર્ડે આ વાત પર નારાજગી જતાવી છે કે ભંણસાલીએ પદ્માવતી, સેંસર બોર્ડ પહેલા કેટલા મીડિયાને બતાવી હતી. તમને જણાવી દઈએ કે, આ સ્કીનિંગમાં ઈંડિયા ટીવીના મુખ્ય સંપાદક રજત શર્મા અને રિપબ્લિક ટીવીના મુખ્ય સંપાદક અરનબ ગોસ્વામી સહિત કેટલાક ખાસ લોકોને બોલાવ્યા હતા. સેંસર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશીએ નિવેદન આપતા કહ્યું કે, “આ ખુબજ નિરાજનક છે કે સેંસર બોર્ડને બતાવ્યા વગર અને તેના પ્રમાણિત કર્યા વગરજ ફિલ્મ પદ્માવતી મીડિયા માટે સ્ક્રીનિંગ થઈ રહી છે, નેશનલ ચેનલ્સ પર તેની સમીક્ષા થઈ રહી છે.” પદ્માવતી ફિલ્મ જોયા બાદ સોશલ મીડિયા પર બધાએ ફિલ્મને લઈને પોતાના વિચાર શેર કર્યા છે. પ્રસૂન જોશીનું કહેવું છે કે, ‘સેંસર બોર્ડ પહેલા આવી ફિલ્મ દેખાડવું યોગ્ય નથી.’ એવામાં ફિલ્મની રિલીઝ તારીખ પર અસર પડી શકે છે. જો કે ફિલ્મને લઈને છેલ્લા ઘણા દિવસોથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે. ભંણસાલી અને દીપિકાને ધમકીઓ પણ મળી રહી છે. જેના બાદ મામલો શાંત કરવા માટે નિર્માતાએ આ ફિલ્મ કેટલાક પસંદગીના લોકોને દેખાડી હતી કે જેનાથી રિલીઝ ડેટ સ્પષ્ટ થઈ જાય. જે પ્રસૂન જોશીને ઠીક ન લાગ્યું.
જણાવી દઈએ કે સ્પેશલ સ્ક્રીનિંગમાં શામેલ થયેલા પત્રકાર રજત શર્માએ પોતાના પ્રાઈમ ટાઈમ શોમાં દેખાડ્યું હતું કે આ ફિલ્મને જોયા બાદ તમે કહી શકો છો કે આ ફિલ્મમાં એક પણ વાંધાજનક દ્રશ્ય નથી. તો અરનબ ગોસ્વામીએ પણ પોતાના શો દરમિયાન કહ્યું કે આ ફિલ્મમાં રાજપૂતો વિરુદ્ધ એવું કંઈજ બતાવવામાં નથી આવ્યું જેનાથી વિવાદ થાય. જણાવી દઈએ કે સેંસર બોર્ડે ફિલ્મને સર્ટિફિકેટ આપ્યા વગર પાછી આપી દીધી છે. જેનું કારણ અધૂરું આવેદન બતાવવામાં આવ્યું છે.
Published at : 18 Nov 2017 05:08 PM (IST) Tags: Censor Board rani padmavati Alauddin khilji and rani padmavati film padmavati Alauddin Khilji Padmavati

સંબંધિત સ્ટોરી

ક્રિકેટર રિંકુ સિંહના પિતાનું નિધન, નોઈડાની યથાર્થ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ, પુત્ર વિશ્વકપ છોડી ઘર પરત ફર્યો

ક્રિકેટર રિંકુ સિંહના પિતાનું નિધન, નોઈડાની યથાર્થ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ, પુત્ર વિશ્વકપ છોડી ઘર પરત ફર્યો

NCP ના 'બોસ' બન્યા સુનેત્રા પવાર, રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં બનાવવામાં આવ્યા પાર્ટી પ્રમુખ

NCP ના 'બોસ' બન્યા સુનેત્રા પવાર, રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં બનાવવામાં આવ્યા પાર્ટી પ્રમુખ

પેટ્રોલમા હવે 20% ઈથેનોલ ફરજિયાત! 1 એપ્રિલથી સમગ્ર દેશમા લાગુ થશે નિયમ, સરકારનો આદેશ 

પેટ્રોલમા હવે 20% ઈથેનોલ ફરજિયાત! 1 એપ્રિલથી સમગ્ર દેશમા લાગુ થશે નિયમ, સરકારનો આદેશ 

જબરદસ્ત નાચ્યો અને પેટ ભરીને ખાધું... ઇન્ડિયન વેડિંગમાં વિના આમંત્રણે ઘૂસ્યો વિદેશી, આતિથ્યનો વીડિયો વાયરલ

જબરદસ્ત નાચ્યો અને પેટ ભરીને ખાધું... ઇન્ડિયન વેડિંગમાં વિના આમંત્રણે ઘૂસ્યો વિદેશી, આતિથ્યનો વીડિયો વાયરલ

મઠની અંદર સિક્રેટ રૂમ અને સ્વિમિંગ પૂલ ? હવે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ બોલ્યા- 'કોઇ રૂમમાં...'

મઠની અંદર સિક્રેટ રૂમ અને સ્વિમિંગ પૂલ ? હવે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ બોલ્યા- 'કોઇ રૂમમાં...'

ટોપ સ્ટોરી

IND vs ZIM: ઝિમ્બાબ્વેને હરાવી ભારતની સેમીફાઈનલની આશા જીવંત,  મોટો સ્કોર કરી 72 રનથી મેચ જીતી

IND vs ZIM: ઝિમ્બાબ્વેને હરાવી ભારતની સેમીફાઈનલની આશા જીવંત,  મોટો સ્કોર કરી 72 રનથી મેચ જીતી

રશ્મિકા અને વિજયના લગ્નની પહેલી તસવીર આવી સામે, અભિનેત્રીએ લખ્યું- 'મારા પ્રિય મિત્રો,મળો મારા પતિને'

રશ્મિકા અને વિજયના લગ્નની પહેલી તસવીર આવી સામે, અભિનેત્રીએ લખ્યું- 'મારા પ્રિય મિત્રો,મળો મારા પતિને'

IND vs ZIM: સૂર્યકુમાર યાદવે ઈન્ટરનેશલ કરિયરમાં મોટી ઉપલબ્ધિ હાસિલ કરી, 148મો મુકાબલો બન્યો ખાસ

IND vs ZIM: સૂર્યકુમાર યાદવે ઈન્ટરનેશલ કરિયરમાં મોટી ઉપલબ્ધિ હાસિલ કરી, 148મો મુકાબલો બન્યો ખાસ

UIDAI ની શાનદાર પહેલ, હવે Google Maps પર દેખાશે આધાર કેંદ્ર, કામ થશે સરળ 

UIDAI ની શાનદાર પહેલ, હવે Google Maps પર દેખાશે આધાર કેંદ્ર, કામ થશે સરળ