શોધખોળ કરો

IND vs ZIM: સૂર્યકુમાર યાદવે ઈન્ટરનેશલ કરિયરમાં મોટી ઉપલબ્ધિ હાસિલ કરી, 148મો મુકાબલો બન્યો ખાસ

ભારતીય ટીમ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ટી20 વર્લ્ડ કપ 2026 માં ઝિમ્બાબ્વે સામે એક મહત્વપૂર્ણ સુપર 8 મેચ રમી રહી છે.

ભારતીય ટીમ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ટી20 વર્લ્ડ કપ 2026 માં ઝિમ્બાબ્વે સામે એક મહત્વપૂર્ણ સુપર 8 મેચ રમી રહી છે. પ્રથમ બેટિંગ કરતા  ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 256 રન બનાવ્યા. ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ અડધી સદી ફટકારી હતી.  જ્યારે હાર્દિક પંડ્યાએ પણ અડધી સદી ફટકારી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે 33 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જે તેની કારકિર્દીની એક મોટી ઉપલબ્ધિ છે.

સૂર્યકુમાર યાદવે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 4000 રન પૂર્ણ કર્યા

ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ ભલે ઝિમ્બાબ્વે સામે પોતાની અડધી સદી સુધી પહોંચી શક્યા ન હોય, પરંતુ તેમની આક્રમક બેટિંગ શૈલી ચોક્કસપણે સ્પષ્ટ હતી. આ મેચમાં સૂર્યકુમાર યાદવે 13 બોલનો સામનો કર્યો જેમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા સહિત 33 રન બનાવ્યા હતા. આ ઇનિંગ સાથે, સૂર્યાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 4,000 રનનો આંકડો પાર કર્યો. સૂર્યકુમાર યાદવની કારકિર્દીની વાત કરીએ તો, તેમણે અત્યાર સુધીમાં 148  આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં 140  ઇનિંગ્સમાં 34.1  ની સરેરાશથી 4,024 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, સૂર્યાએ ચાર સદી અને 2  અડધી સદી ફટકારી છે.

હાર્દિક પંડ્યાએ પણ પોતાની બેટિંગ કુશળતા બતાવી

ટીમ ઇન્ડિયા માટે મોટી ઇનિંગ્સની રાહ જોઈ રહેલા સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ આ મેચમાં બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું. હાર્દિક પંડ્યાએ ઝિમ્બાબ્વે સામેની મેચમાં 23 બોલનો સામનો કર્યો અને બે ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકારીને અણનમ 50  રન બનાવ્યા. આ મેચ માટે ટોચના ક્રમે મોકલવામાં આવેલા તિલક વર્માએ પણ 16  બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકારીને અણનમ 44  રન બનાવ્યા. 

2026 ટી20  વર્લ્ડ કપમાં સૌથી વધુ સ્કોર 254  રનનો હતો, જે વેસ્ટ ઈન્ડિઝે ઝિમ્બાબ્વે સામે બનાવ્યો હતો. જોકે, ટીમ ઈન્ડિયાએ હવે ઝિમ્બાબ્વે સામે 256  રન બનાવીને ઇતિહાસ રચી દીધો છે.

ટી20  વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ સ્કોર શ્રીલંકાના નામે છે, જેણે 2007ના વર્લ્ડ કપમાં કેન્યા સામે 260  રન બનાવ્યા હતા. ભારત તે વર્લ્ડ રેકોર્ડ તોડવાથી માત્ર ચાર રન દૂર રહ્યું હતું.  આ વર્લ્ડ કપનો સૌથી મોટો સ્કોર છે. ઘણા સમય પછી, અભિષેક શર્માના બેટથી રન આવ્યા હતા.  તેણે 55 રનની ઈનિંગ રમી શાનદાર અડધી સદી ફટકારી હતી.          

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Embed widget