શોધખોળ કરો
Advertisement
CAA પ્રદર્શન દરમિયાન હિંસા ફેલાવનારાઓ પર યુપી પોલીસ સખત, 4 દિવસમાં PFI સાથે જોડાયેલા 108 લોકોની ધરપકડ
યુપી પોલીસે છેલ્લા ચાર દિવસમાં મુસ્લિમ એક્સટ્રિમિસ્ટ ઓર્ગેનાઇઝેશન, પૉપ્યૂલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએફઆઇ)ના લગભગ 108 લોકોની ધરપકડ કરવામાં આવી છે
લખનઉઃ નાગરિકતા કાયદો (સીએએ)ના વિરોધ પ્રદર્શનની વચ્ચે શરૂ થયેલી હિંસા પર ઉત્તરપ્રદેશની યોગી સરકાર કડક થઇ ગઇ છે. આ મામલે હવે અહીં યુપી પોલીસે છેલ્લા ચાર દિવસમાં મુસ્લિમ એક્સટ્રિમિસ્ટ ઓર્ગેનાઇઝેશન, પૉપ્યૂલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએફઆઇ)ના લગભગ 108 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
યુપીના બહરાઇચમાં પીએફઆઇ સાથે જોડાયેલા 16 લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા છે. બિઝનૌરમાં પીએફઆઇ સાથે જોડાયેલા ચાર સભ્યોને પકડી લેવામાં આવ્યા છે. જૌનપુરમાંથી પણ એક વ્યક્તિને પકડવામાં આવ્યો છે. આ બધાની પાસે પોલીસને વિવાદિત સામગ્રી પણ મળી છે.
ઉલ્લેખનીય છે કે, 20 ડિસેમ્બરે યુપીમાં ભડકેલી હિંસામાં પીએફઆઇનો હાથ હોવાનુ બતાવાઇ રહ્યું છે. આ પછી યુપી પોલીસે ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે. યુપીના એડિશનલ ચીફ સેક્રેટરી અવનીશ કે અવસ્થીએ આ મામલે સોમવારે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને માહિતી આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement