દેશના ક્યાં રાજ્યમાં વાયરલ ફિવરનો વધ્યો કેર, 15 બાળકોના મોતથી હડકંપ, જાણો કેટલા કેસ નોંધાયા
Viral Fever in Firozabad: ફિરોઝાબાદમાં વાયરલ ફીવરનો કેર યથાવત છે. અત્યાર સુધીંમાં આ ફીવરથી 15 બાળકોના મોત થઇ ગયા છે.
Viral Fever in Firozabad: ફિરોઝાબાદમાં વાયરલ ફીવરનો કેર યથાવત છે. અત્યાર સુધીંમાં આ ફીવરથી 15 બાળકોના મોત થઇ ગયા છે. પ્રશાસનો દાવો છે કે, તેની રોકથામ માટે સતત પ્રયાસ થઇ રહ્યાં છે.
ફિરોઝાબાદમાં વાયરલ ફિવરનો કેર યથાવત છે. સાત દિવસની અંદર વાયરલ ફિવરના(viral feaver) કારણે 15ના મોત થયા છે. તેમા બાળકો પણ સામેલ છે. તો જિલ્લા અધિકારી ચંદ્ર વિજયે સખત આદેશ આપ્યા છે કે. કોઇ ઝોલાછાપ ડોક્ટર પ્રેકટિસ કરશે તો તેની સામે કાર્યવાહી થશે. તેમજ જે ડોક્ટર ગાઇડ લાઇનનું પાલન નહીં કરે તો તેમની સામે પણ કડક કાર્યવાહી થશે.
ક્લિનિક સીઝ
ઝલેસર રોડ પર ઝલકારી નગરથી આગળ ડોક્ટર એવરન સિંહના ક્લિનિક પર દર્દીની ભીડ જોવા મળી. જ્યાં બિલકુલ કોવિડની ગાઇડલાઇનનું પાલન ન હતું થતું. આ ક્લિનિકની ફરિયાદ થતાં જિલ્લા અધિકારી ચંદ્ર વિજય સિંહના આદેશ અનુસાર એસી એમઓ ડોક્ટર એસએમ ગુપ્તાએ ક્લિનિક પર પહીંચીને ક્લિનિકને સીઝ કરી દીધી છે. ડોક્ટરને પણ કોવિડના નિયમનું ચુસ્તતાથી પાલન કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે.
ફિરોઝબાદમાં રોગચાળાના કારણે 15 બાળકોના મોત થઇ ગયા છે. આ ઘટનાના પગલે જિલ્લા અધિકારી ચંદ્ર વિજય સિંહે જાણકારી આપી છે કે, કોઇ પણ ડિગ્રીવિનાના અને ઝોલાછાપ ડોક્ટર જો ટ્રીટમેન્ટ આપશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. અન્ય બીમારીની વચ્ચે કોવિડના સંક્રમણનો ખતરો પણ યથાવત છે. જેથી ક્લિનિકમાં ચુસ્તપણે કોવિડની ગાઇડલાઇનનું પાલન કરવાના આદેશ કરાયા છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે ભારતમા કોરોના વાયરસની ત્રીજી લહેરની શરૂઆત સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિનામાં થઇ શકે છે. એવામાં જે રીતે કેસો ફરી વધી રહ્યા છે તે આ ચેતવણીના સંકેત પણ આપી રહ્યા છે. કોરોના વાયરસના નવા કેસ ફરી 40 હજારને પાર જતા રહ્યા છે. તે સાથે જ એક્ટિવ કેસો પણ એટલી જ ઝડપથી વધવા લાગ્યા છે. જેને પગલે ત્રીજી લહેરની ચેતવણી સાચી ઠરી રહી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 46,759 નવા કેસ નોંધાયા છે અને 31,374 લોકો સાજા થયા છે. જ્યારે 509 સંક્રમિતોના મોત થયા છે. ગઈકાલે દેશમાં કોરોનાના નવા 44658 કેસ સામે આવ્યા હતા. આ સાથે જ એક્ટિવ કેસો પણ વધીને 3.59 લાખને પાર પહોંચી ગયા છે. એટલુ જ નહીં આ સપ્તાહે એક્ટિવ કેસની ટકાવારી 1 ટકા હતી તે હવે વધીને 1.06 ટકાએ પહોંચી ગઇ છે.