Ambreen Bhat Murder: કાશ્મીરમાં ટીવી એક્ટ્રેસની હત્યા કરનારા બંન્ને આતંકીઓ ઠાર મરાયા, સુરક્ષાદળોએ ચલાવ્યુ હતું ઓપરેશન
અભિનેત્રીની હત્યા બાદ સુરક્ષાદળો સતત આતંકીઓને શોધી રહ્યા હતા અને તેના માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું
Ambreen Bhat Murder: જમ્મુ-કાશ્મીરના ટીવી કલાકાર અમરીન ભટની હત્યામાં સામેલ બંન્ને આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા. એક રિપોર્ટ અનુસાર,, બંન્ને આતંકવાદીઓ કાશ્મીરના અવંતીપોરામાં માર્યા ગયા છે. અભિનેત્રીની હત્યા બાદ સુરક્ષાદળો સતત આતંકીઓને શોધી રહ્યા હતા અને તેના માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. હત્યાના લગભગ બે દિવસ બાદ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે.
J&K | 2 encounters last night- 2 LeT terrorists killed in Sour,Srinagar; recovered 1 AK-47 &a pistol. In Awantipora encounter,2 LeT terrorists killed in connection with TV artist Amreen Bhat's murder. Total 10 terrorists- 7 LeT, 3 JeM killed in last 3 days:Vijay Kumar,IGP Kashmir pic.twitter.com/UqrtgB7AUa
— ANI (@ANI) May 27, 2022
આ રીતે સુરક્ષા દળોને મળી સફળતા
સુરક્ષા દળોએ એક આતંકીને શોધવા માટે વિશેષ ઓપરેશન શરૂ કર્યું હતું. તમામ જગ્યાએથી આતંકવાદીઓની ગુપ્ત માહિતી લેવામાં આવી હતી અને ત્યારબાદ જાણવા મળ્યું હતું કે બંને આતંકવાદીઓ અવંતીપોરા વિસ્તારમાં છુપાયેલા છે. સુરક્ષા દળોએ તેમને ઘેરી લીધા અને ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું, લાંબા સમય સુધી ચાલેલા આ એન્કાઉન્ટરમાં બંને આતંકવાદીઓ માર્યા ગયા હતા.
Encounter underway in Soura area of Srinagar between terrorists and Srinagar Police. Further details shall follow: Jammu & Kashmir Police
— ANI (@ANI) May 26, 2022
જમ્મુ-કાશ્મીરના આઈજીપીએ કહ્યું કે ટીવી કલાકાર અમરીન ભટની હત્યાનો કેસ 24 કલાકમાં ઉકેલાઈ ગયો છે. તેમણે કહ્યું કે, કાશ્મીર ઘાટીમાં 3 દિવસમાં જૈશ-એ-મોહમ્મદના 3 અને લશ્કર-એ-તૌયબાના 7 આતંકવાદીઓ માર્યા ગયા છે. અમે 10 આતંકવાદીઓને ઠાર કર્યા છે.
આઈજીપીએ કહ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ બડગામના રહેવાસી શાહિદ મુશ્તાક અને હકરીપોરા પુલવામાના રહેવાસી ફરહાન હબીબ તરીકે થઈ છે. તેણે લશ્કરના કમાન્ડર લતીફના કહેવા પર ટીવી કલાકારની હત્યા કરી હતી. સ્થળ પરથી એક એકે 56 રાઈફલ, 4 મેગેઝીન અને એક પિસ્તોલ મળી આવી છે.
શ્રીનગર એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા લશ્કરના આતંકવાદીઓની ઓળખ શાકિર અહેમદ વાઝા અને આફરીન આફતાબ મલિક તરીકે થઈ છે. બંને શોપિયાંના રહેવાસી છે. તેમની પાસેથી હથિયારો મળી આવ્યા હતા.