શોધખોળ કરો
20 વર્ષના યુવક સાથે કામ કરતી પાંચ વર્ષ મોટી યુવતી સાથે બંધાયા શારીરિક સંબંધ, બંને કામના સ્થળે મનાવતાં રંગરેલિયાં ને..
શહજાદ નામના વ્યક્તિએ તેની સાથે ફેક્ટરીમાં કામ કરતી મહિલાની હત્યા બાદ શબને સૂટકેસમાં ભરીને રિક્ષામાં મુકી અવાવરું જગ્યાએ નાંખવા જતો હતો ત્યારે પોલીસે રિક્ષા અટકાવીને સૂટકેસ ખોલવા કહ્યું હતું.

(પ્રતિકાત્મક તસવીર)
નવી દિલ્હીઃ લગ્ન જીવનમાં પતિ-પત્ની વચ્ચેના સંબંધ વિશ્વાસ પર ટકેલા હોય છે. પરંતુ જો વિશ્વાસઘાત થાય તો કરૂણ અંજામ પણ આવી શકે છે. પાંચ વર્ષ પહેલા પોતાનાથી મોટી પ્રેમિકાની હત્યા કરનારા યુવકને અદાલતે ઉમર કેદની સજા અને 30 હજારનો દંડ લગાવ્યો છે. અદાલતે કહ્યું કે, યુવકે ગંભીર અપરાધ કર્યો છે. જેની સજા તેને મળવી જોઈએ. શહજાદ નામના વ્યક્તિને તેની સાથે કામ કરતી પાંચ વર્ષ મોટી મહિલા સાથે પરિચય થયો હતો. રોજની મુલાકાતા બાદ બંને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ બની ગયા હતા. તક મળે ત્યારે તેઓ કામના સ્થળે જ રંગરેલિયા મનાવતાં હતા. પરંતુ એક દિવસ તેણે તેની હત્યા કરી નાંખી હતી. જેને લઈ દિલ્હીના મયૂર વિહાર પોલીસ સ્ટેશનમાં 2016માં કેસ નોંધાયો હતો. શહજાદ નામના વ્યક્તિએ તેની સાથે ફેક્ટરીમાં કામ કરતી મહિલાની હત્યા બાદ શબને સૂટકેસમાં ભરીને રિક્ષામાં મુકી અવાવરું જગ્યાએ નાંખવા જતો હતો ત્યારે પોલીસે રિક્ષા અટકાવીને સૂટકેસ ખોલવા કહ્યું હતું. જે બાદ તે સૂટકેસ ત્યાં જ મૂકીને ભાગવા જતો હતો ત્યારે પોલીસે દબોચી લીધો હતો. પોલીસે સૂટકેસ ખોલી ત્યારે તેમાં એક મહિલાની લાશ હતી. જે બાદ લાશને હોસ્પિટલમાં મડદા ઘરમાં રાખી દેવામાં આવી હતી. બીજા દિવસે મહિલાનો પુત્ર તેની માતા ગુમ થયાનો રિપોર્ટ નોંધાવવા પોલીસ સ્ટેશન ગયો હતો. જેમાં તેણે કરેલા વર્ણન બાદ ડેડ બોડી બતાવવામાં આવી હતી. જે બાદ તેણે શબની ઓળખ પોતાની માતા તરીકે કરી હતી. તેણે કહ્યું કે, તેની માતા એક દિવસ પહેલા શહજાદ સાથે ગઈ હતી.
વધુ વાંચો





















