શોધખોળ કરો
Advertisement
મુંબઈમાં ધોધમાર વરસાદ: છેલ્લા 48 કલાકમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? આંકડો જાણીને ચોંકી જશો
મુંબઈમાં છેલ્લા 48 કલાકમાં 22 ઈંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો છે. રસ્તાની સાથો સાથ હોસ્પિટલ અને રેલવે સ્ટેશન સુધી બધે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
મુંબઈઃ મહારાષ્ટ્રની રાજધાની મુંબઇ અને રાજ્યના બાકી હિસ્સા પર છવાયેલા વાદળ આફત બનીને વરસી રહ્યા છે. છેલ્લા 4 દિવસોથી સતત પડી રહેલા ભારે વરસાદના કારણે મુંબઈની રફતાર પર જાણે બ્રેક લાગી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. મુંબઈમાં છેલ્લા 48 કલાકમાં 22 ઈંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો છે. રસ્તાની સાથો સાથ હોસ્પિટલ અને રેલવે સ્ટેશન સુધી બધે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
હવામાન વિભાગની તરફથી મંગળવારના રોજ પણ ભારે વરસાદ પડવાની આગાહી કરવામા આવી છે અને તેને જોતાં સરકારે આજે તમામ સરકારી-ખાનગી સ્કૂલ-ઓફિસ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. બૃહન્મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની તરફથી કહેવામાં આવ્યું છે કે, આજે 2 જુલાઇના રોજ તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલ, સ્કૂલ-શાળાઓમાં જાહેર રજા અપાઇ છે.
છેલ્લા 10 વર્ષમાં વરસાદનો આ આંકડો સૌથી વધુ છે. ચોમાસુ મોડું આવ્યું હોવા છતાં વરસાદને કારણે ઘણી બધી ઘટ ભરપાઈ થઈ ગઈ છે. મુંબઈમાં કરંટ લાગવાથી એક યુવકનું મોત નિપજ્યું છે જ્યારે સોલાપુર જિલ્લામાં કરંટ લાગવાથી 3 વ્યક્તિના મોત થયા છે.
સાયન રોડ 24, વલ્લભ રોડ, હિંદમાતા સિનેમા, ગાંધી માર્કેટ, કિંગ્સ સર્કલ, સમાજ મંદિર હોલ (પ્રતિક્ષા નગર), સુંદર વિહાર પ્રતિક્ષા નગર, સંગમ નગર, આગરવાડી, ટેલિકોમ ફેક્ટરી, આરસીએફ કોલોની, નેશનલ કોલેજ એસ વી રોડ, ચિત્તા કેમ્પ- મંડાળા સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતાં ટ્રાફિકને અન્ય માર્ગ પર વાળવાની ફરજ પડી હતી.
હવામાન વિભાગે મુંબઈ, થાણે અને પાલઘર જિલ્લામાં 5 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. આ દરમિયાન મુંબઈમાં હાઈટાઈડ આવવાની પણ સંભાવના છે. સ્કાયમેટ દ્વારા 5 જુલાઈ સુધીમાં મુંબઈમાં 8 ઇંચ જેટલો વરસાદ પડવાની આગાહી કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement