શોધખોળ કરો
Covid 19: મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં નવા 2682 કેસ, 116 લોકોના મોત
રાજ્યમાં હાલ કોરોનાના કેસ 62,228 છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 2098 લોકોના મોત થયા છે.

મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2682 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 116 લોકોના મોત થયા છે. આ એક જ દિવસમાં સૌથી વધુ લોકોના મોતનો આંકડો છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કુલ કેસ 62 હજારને પાર પહોંચ્યા છે. રાજ્યમાં હાલ કોરોનાના કેસ 62,228 છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 2098 લોકોના મોત થયા છે.
મુંબઈ શહેર સૌથી વધુ પ્રભાવિત
મુંબઈ મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ ધરાવતું શહેર છે.અહીં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 1447 છે. જ્યારે વધુ 38 લોકોના મોત થયા છે. મુંબઈમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 36932 પર પહોંચી છે અને અત્યાર સુધીમાં કુલ 1173 લોકોના મોત થયા છે.
ઝુપડપટ્ટી ધારાવીમાં 41 કોરોના કેસ આવ્યા
આજે મુંબઈની ઝુપડપટ્ટી ધારાવીમાં કોરોના વાયરસના કારણે કોઈ મોત નથી થયું. પરંતુ આજે 41 કોરોના પોઝિટિવ નોંધાયા છે. કુલ કેસની સંખ્યા 1715 થઈ છે. ધારાવીમાં મૃત્યુનો આંક 61 પર છે. આ જાણકારી બૃહન્મુંબઈ નગર નિગમે આપી છે.
ભારતમાં હવે 5-6 હજાર કેસ રોજ સામે આવી રહ્યા છે. પરંતુ સારી વાત એ છે કે આપણો રિકવરી રેટ ઘણો સારો છે. ભારતમાં અત્યાર સુધીમાં 1,65,799 કેસ સામે આવ્યા છે. જેમાંથી 71,105 લોકો સ્વસ્થ થયા છે. કોરોનાથી દેશમાં અત્યાર સુધીમાં 4,706 લોકોના મોત થયા છે.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement