શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા, અથડામણમાં ત્રણ આતંકવાદીઓ ઠાર
મંગળવાર સાંજે જમ્મુ-કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને સેનાની સંયુક્ત ટીમે ત્રાલમાં આતંકવાદીઓ હોવાની બાતમી મળી હતી જેને લઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું
શ્રીનગર: મંગળવારે મોડી રાતે જમ્મુ-કાશ્મીરના ત્રાલ વિસ્તારમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યાં હતાં. ફાયરિંગમાં મોત થયેલા આતંકવાદીઓની ઓળખ થઈ શકી નથી. કહેવાય છે કે, તેઓ સ્થાનિક આતંકી જ હતા અને તેમની પાસેથી હથિયાર મળ્યાં હતાં.
મંગળવાર સાંજે જમ્મુ-કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને સેનાની સંયુક્ત ટીમે ત્રાલમાં આતંકવાદીઓ હોવાની બાતમી મળી હતી જેને લઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સુરક્ષાદળોએ આ વિસ્તારને કોર્ડન કર્યાં બાદ અથડામણ શરૂ થઈ હતી.
જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે કહ્યું હતું કે, ત્રણ મૃતદેહ મળ્યાં હતાં અને તેમની ઓળખ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. ફાયરિંગ મોત થયેલા આતંકવાદીઓની પાસેથી હથિયાર અને દારૂગોળો પણ જપ્ત કરવામાં આવ્યો હતો.
સૂત્રો પ્રમાણે, જૈશ, લશ્કર, હિઝબુલ, અને અંસાર ગજવત-ઉલ-હિંદનું આ નવું ગ્રૂપ કાશ્મીરમાં સુરક્ષાદળો પર IEDથી હુમલો કરે તેવી સંભાવના છે. સુરક્ષાદળો પર આતંકી ગાડીમાં લાગેલા IED દ્વારા હુમલો કરી શકે છે. ગુપ્તચર ઈનપુર બાદ તમામ સુરક્ષા દળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion