શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પુલવામામાં આતંકવાદીઓ સાથે અથડામણમાં મેજર સહિત 4 જવાનો શહીદ
જમ્મુ-કાશ્મીરમાં પુલવામા આતંકી હુમલાના પાંચ દિવસ બાદ પુલવામાના પિંગલાન વિસ્તારમાં આતંકીઓ સાથે અથડામણમાં સેનાના એક મેજર સહિત ચાર જવાનો શહીદ થયા છે. મોડી રાતથી આ વિસ્તારમાં આતંકી સાથે સુરક્ષા દળોનું એનકાઉન્ટર ચાલી રહ્યું હતું. સુરક્ષા દળોએ બેથી ત્રણ આતંકીઓને કોર્ડન કરી લીધાં હતાં. પરંતુ આતંકી ફાયરિંગ કરતા ઘરમાંથી બહાર નીકળ્યા અને અથડામણમાં ભારતીય જવાનો શહીદ થયા હતાં. જ્યારે એક જવાન ઘાયલ છે.
મોડી રાતે સુરક્ષા દળોએ ખાનગી જાણકારીની આધારે પિંગલાન વિસ્તારના ઘરોમાં તપાસ શરૂ કરી હતી. રાતે ત્રણ વાગે સુરક્ષા દળોનો સામનો એક ઘરમાં છુપાયેલા આતંકી સાથે થયો હતો. બન્ને તરફથી જબરદસ્ત ફાયરિંગ ચાલી રહ્યું છે જેમાં ચાર જવાનો શહીદ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે, ઘરમાં બેથી ત્રણ આતંકીઓ છુપાયેલા છે. આ આતંકીઓનો સંબંધ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે હોઈ શકે છે. પરંતુ આ અંગે કોઈ પૃષ્ટિ કરવામાં આવી નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion