બ્લડ શુગર કન્ટ્રોલ, હાર્ટ સંબંધિત બીમારીમાં રાહત, ડાર્ડ ચોકલેટથી થાય છે, આ 5 મોટા ફાયદા
સ્ટડી મુજબ ડાર્ક ચોકલેટમાં મોજૂદ મેગ્નેશિયમ બ્લડપ્રેશરને ઓછું કરવામાં ફાયદાકારક છે. સ્ટડી મુજબ જો લોકો થોડા થોડા સમયના અંતરે ડાર્ડ ચોકલેટ ખાય છે. તેમનું બ્લડપ્રેશર નોર્મલ રહે છે.
Dark Chocklate: સ્ટડી મુજબ ડાર્ક ચોકલેટમાં મોજૂદ મેગ્નેશિયમ બ્લડપ્રેશરને ઓછું કરવામાં ફાયદાકારક છે. વર્ષ 2021માં ઓસ્ટ્રેલિયામાં થયેલા સ્ટડી મુજબ જો લોકો થોડા થોડા સમયના અંતરે ડાર્ડ ચોકલેટ ખાય છે. તેમનું બ્લડપ્રેશર નોર્મલ રહે છે.
કોલેસ્ટ્રોલની સમસ્યામાં પણ ડાર્ક ચોકલેટ મદદરૂપ સાબિત થાય છે.સ્ટડી મુજબ ડાર્ક ચોકલેટનું સેવન બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. જેના કારણે હાર્ટ સંબંધિત બીમારીનું જોખમ ટળે છે.
2015માં થયેલી સ્ટડીમાં જોવા મળ્યું હતું કે, ડાર્ક ચોકલેટ ખાવાથી હાર્ટ હેલ્ધી રહે છે. ડાર્ક ચોકલેટના સેવનથી સફેદ રક્ત કોશિકાઓ બ્લડવેસેલ્સ ચોંટવાથી રોકે છે. હાર્ટ જનરલમાં પ્રકાશિત એક બીજી સ્ટડી મુજબ રોજ ડાર્ક ચોકલેટ ખાવાથી હાર્ટની બીમારી અને સ્ટ્રોકનું જોખમ ઘટી જાય છે.
શોધકર્તાનું માનવું છે કે, ડાર્ક ચોકલેટ ખાવાથી લાંબા સમય સુધી ભૂખનો અહેસાસ નથી થતો. ડાર્ક ચોકલેટમાં મોનોસેચુરેટેડ ફેટી એસિડ મોજૂદ છે. જે મોટાબોલિઝ્મ મજબૂત કરીને ફેટને બર્ન કરે છે. એક સ્ટડીનું તારણ છે કે, ભોજન બાદ ડેજર્ટમાં ડાર્ક ચોકલેટ ખાવાથી વજન નિયંત્રિત રહે છે.
ડાર્ક ચોકલેટ ખાવાથી યાદશક્તિ વધે છે. વર્ષ 2012માં યૂનિવર્સિટી ઓફ નોટિધમ દ્રારા થયેલી સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, ડાર્ડ ચોકલેટના સેવનથી મગજમાં થોડા બ્લડ સર્ક્યુલેશન સારૂં થાય છે. જેનાથી કાર્યક્ષમતા વધે છે. વર્ષ 2013માં ન્યુરોલોજી જનરલમાં પ્રકાશિત સ્ટડી મુજબ ડાર્ક ચોકલેટ ખાવાથી 30ટકા મેમરી પાવર વધે છે.