શોધખોળ કરો
આગામી વર્ષે ફેબ્રુઆરી સુધીમાં ભારતના અડધા લોકોને કોરોનાને ચેપ લાગશે- સરકારી પેનલ
અત્યાર સુધી દેશમાં અંદાજે 30 ટકા જનસંખ્યા સંક્રમિત થઈ ગઈ છે અને ફેબ્રુઆરી સુધીમાં આ આંકડો 50 ટકા સુધી પહોંચી જશે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ મહામારીનો પ્રકોપ હજુ પણ યથાવત છે. હવે મહામારીના ફેલાવાને લઈને ભારત સરકાર તરફથી બનાવવામાં આવેલ નિષ્ણાંતોની એક પેલને મોટો ખુલાસો કર્યો છે. પેનલે અંદાજ વ્યક્ત કર્યો છે કે આગામી વર્ષે ફેબ્રુઆરી સુધીમાં ભારતની અડધી જનસંખ્યા કોરોનાથી સંક્રમિત થઈ ગઈ હશે. પેનલનું કહેવું છે કે, આટલી મોટી સંખ્યામાં સંક્રમિત થવાથી કોરોની ગતિ રોકવામાં મદદ મળશે.
દેશની અંદાજે 30 ટકા જનસંખ્યા સંક્રમિતઃ પેનલ
સમાચરા એજન્સી રોયટર્સ અનુસાર, પેનલના સભ્યો અને આઈઆઈટી કાનપુરના પ્રોફેસર મણિંદ્ર અગ્રવાલે કહ્યું કે, અમારા ગણિતીક મોડલનું આકલન કહે છે કે અત્યાર સુધી દેશમાં અંદાજે 30 ટકા જનસંખ્યા સંક્રમિત થઈ ગઈ છે અને ફેબ્રુઆરી સુધીમાં આ આંકડો 50 ટકા સુધી પહોંચી જશે. પેનલે એ પણ કહ્યું કે, દુર્ગા પૂજા, દિવાળી, છઠ જેવા તહેવારોની સીઝનમાં કોરોનાને કેસ વધી શકે છે.
સાવચેતી રાખવામાં નહીં આવે તો કેસ વધશે- પેનલ
પેનલે ચેતવણી આપતા કહ્યું છે કે, જો દેશમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવામાં નહીં આવે તો કોરોનાના કેસ વધી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
Advertisement
