શોધખોળ કરો
Advertisement
મુંબઈમાં આજે નવા 77 કેસ નોંધાયા, શહેરમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 2120 થઈ
દેશમાં મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની સૌથી વધુ અસર છે. મુંબઈમાં આજે નવા 77 કેસ નોંધાયા છે. આ સાથે જ શહેરમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 2120 પર પહોંચી છે.
મુંબઈ: દેશમાં મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની સૌથી વધુ અસર છે. મુંબઈમાં આજે નવા 77 કેસ નોંધાયા છે. આ સાથે જ શહેરમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 2120 પર પહોંચી છે. શહેરમાં સંક્રમણથી વધુ પાંચ લોકોના મોત થયા છે. આ સાથે જ કોરોના વાયરસથી મૃત્યુઆંક 121 થયો છે.
મુંબઈના ધારાવીમાં શુક્રવારે કોરોના વાયરસના સંક્રમણના 15 નવા કેસ નોંધાયા છે. અહીં સંક્રમિત દર્દીઓની સંખ્યા 101 થઈ છે. બીએમસીના એક અધિકારીએ જણાવ્યું કે ધારાવીના 62 વર્ષના કોવિડ 19 દર્દીનું સિઓન હોસ્પિટલમાં મોત થયું છે. ધારાવીમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે. અધિકારીએ જણાવ્યું કે, માટુંગા મજૂર બસ્તી અને મુસ્લિમ નગરાંદ ઈન્દિરા નગરમાં ત્રણ-ત્રણ, સોશલ નગરમાં બે, ડૉક્ટર બાલિગા નગર, લક્ષ્મી ચાલ,જનતા સોસાયટી અને સર્વોદય સોસાયટીમાં શુક્રવારે સંક્રમણના એક-એક કેસ નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે સાંજે કોરોના વાયરસને લઈને આંકડા જાહેર કર્યા છે. જે મુજબ દેશમાં અત્યાર સુધીમાં 13835 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. જ્યારે 452 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે. જ્યારે 1767 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement