એક એવી સમસ્યા જે દેશના 35 કરોડ લોકોને અસર કરે છે પરંતુ ચૂંટણીમાંથી આ મુદ્દો ગાયબ છે, જેનો ઉલ્લેખ મેનિફેસ્ટોમાં પણ નથી

પ્રતિકાત્મક તસવીર
Source : PTI
ભારતમાં પાણીની ગંભીર કટોકટી કોઈનાથી છુપી નથી. લોકો ટેન્કરમાંથી પાણી ભરવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહે છે કે વરસાદના અભાવે સુકાઈ ગયેલો પાક, આ હવે સામાન્ય બાબત બની ગઈ છે.
ઉનાળાની ઋતુ આવતાં જ પાણી સોના જેવું કીમતી બની જાય છે. વિશ્વની કુલ વસ્તીના 17% ભારતમાં રહે છે, પરંતુ વિશ્વના તાજા પાણીના સ્ત્રોતોમાંથી માત્ર 4% જ અહીં ઉપલબ્ધ છે. દેશની 140 કરોડની વસ્તીમાંથી 35 કરોડ

