શોધખોળ કરો
Advertisement
પશ્ચિમ બંગાળમાં બ્રિજ નીચે આખે આખું પ્લેન ફસાઈ ગયું ને પછી.....
વિમાન બ્રિજની નીચે ફસાઈ ગયું છે. આ પ્લેનને ઉપયોગમાં લેવામાં આવતું નથી. જ્યારે બીજી બાજુ ફસાયેલા વિમાનને જોવા માટે લોકોનાં ટોળાં વળ્યાં છે
પશ્ચિમ બંગાળના દુર્ગાપુર જિલ્લાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ભારતીય પોસ્ટ વિભાગનું એક વિમાન પુલ નીચે ફસાયેલું જોવા મળ્યું છે. આ જૂના વિમાનને ટ્રેલર પર લઈ જવામાં આવતું હતું. ટ્રેલરમાં આ વિમાનને કોલકત્તા મોકલવામાં આવી રહ્યું હતું તે સમયે પ્લેનની ઉંચાઈ હોવાના કારણે તે પુલની નીચે ફસાઈ ગયું હતું. જેને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યાં હતાં.
તમને જણાવી દઈએ કે, મંગળવારે સવારે દુર્ગાપુરના મેંગેટ બ્રિજની નીચે આ વિમાન ફસાઈ ગયું હતું જેને કાઢવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. સ્થાનિક લોકો ઘટનાસ્થળે હાજર જોવા મળ્યાં હતાં. આ ઉપરાંત પોસ્ટ વિભાગના અધિકારીઓને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, વિમાન બ્રિજની નીચે ફસાઈ ગયું છે. આ પ્લેનને ઉપયોગમાં લેવામાં આવતું નથી. જ્યારે બીજી બાજુ ફસાયેલા વિમાનને જોવા માટે લોકોનાં ટોળાં વળ્યાં છે. આ ઘટનાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયમાં વાયરલ થયાં છે.
અધિકારીઓ જણાવ્યું હતું કે, વિમાન ફસાવવાના કારણે ટ્રાફિક જામ થઈ ગયો છે. અધિકારીઓ સામે ચેલેન્જ પણ છે કે, પુલ અને વિમાનને કોઈ પણ પ્રકારનું નુકશાન ન થાયે તે રીતે પ્લેનને બહાર કાઢવાનું છે. જોકે ટ્રેલરના ટાયરની હવા કાઢીને તેની ઉંચાઈ નીચે કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.West Bengal: A truck carrying an abandoned India Post aircraft has got stuck under a bridge in Durgapur. More details awaited. pic.twitter.com/jGXkOuTqHs
— ANI (@ANI) December 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દુનિયા
બિઝનેસ
Advertisement