શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દેશના આ રાજ્યમાં હવે વાળ કપાવવા આધાર કાર્ડની પડશે જરૂર, જાણો વિગતે
તમિલનાડુ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી એસઓપી પ્રમાણે, રાજ્યમાં વાળ કપાવતી વખતે આધાર કાર્ડ ફરજિયાત દેખાડવું પડશે.
ચેન્નઈઃ દેશમાં કોરોના દર્દીની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અર્થતંત્રને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે અનલોક-1માં છૂટછાટ વધારી છે. નવા નિયમોને અંતર્ગત તમિલનાડુમાં 1 જૂનથી હેર સલૂન અને બ્યૂટી પાર્લર ખોલી નાંખવામાં આવ્યા છે. પરંતુ વાળ કપાવવા માટે હવે રાજ્યમાં આધાર કાર્ડ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આ માટે તમિલનાડુ સરકારે SOP જાહેર કરી છે.
તમિલનાડુ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી એસઓપી પ્રમાણે, રાજ્યમાં વાળ કપાવતી વખતે આધાર કાર્ડ ફરજિયાત દેખાડવું પડશે. સલૂન માલિકે ગ્રાહકનું નામ, સરનામું, મોબાઈલ નંબર તથા આધાર કાર્ડનો રેકોર્ડ રાખવો પડશે. જો કોઈ સલૂન કે સ્પા માલિક આમ નહીં કરે તો તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
તમિલનાડુ સરકારની નવી ગાઇડલાઇન પ્રમાણે માત્ર 50 ટકા સ્ટાફ સાથે સલૂન ખૂલશે. આ ઉપરાંત સલૂનમાં કામ કરતાં લોકો તથા ગ્રાહકો માટે માસ્ક ફરજિયાત પહેરવું પડશે. ગ્રાહકે દુકાનદારને આરોગ્ય સેતુ એપની ડિટેલ પણ બતાવવી પજશે અને દુકાનદારોએ સેનિટાઇઝર પણ રાખવું પડશે.
સરકારની નવી એસઓપી પ્રમાણે, સલૂન માલિકોએ ગ્રાહકોને ડિસ્પોઝેબલ એપ્રન અને ફૂટ કવર આપવા પડશે. જો કસ્ટમરનું બિલ એક હજાર રૂપિયા આવે તો તેણે 150 રૂપિયા ડિસ્પોઝેબલ એપ્રન અને ફૂટ કવરના આપવા પડશે. તમિલનાડુ સરકારે પહેલા માત્ર ગ્રામીણ વિસ્તારોમાં જ સલૂન ખોલવાની મંજૂરી આપી હતી પરંતુ હવે રાજ્યમાં તમામ સલૂન ખોલવાની છૂટ આપી દીધી છે.
દેશમાં કોરોના સંક્રમિતો રાજ્યોના લિસ્ટમાં તમિલનાડુ બીજા ક્રમે છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 23,495 પર પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion