'મારા ઘરે ધરપકડ કરવા પહોંચી EDની ટીમ', AAP નેતા અમાનતુલ્લાહ ખાનનો દાવો
આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાને સોમવારે સવારે મોટો દાવો કર્યો છે

આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાને સોમવારે સવારે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે EDના લોકો મારી ધરપકડ કરવા મારા ઘરે પહોંચ્યા છે. દિલ્હીના ઓખલાના ધારાસભ્ય ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ મારફતે આ જાણકારી આપી હતી
Aam Aadmi Party MLA Amanatullah Khan tweets "ED has arrived at my house to arrest me." pic.twitter.com/7uUKVoXoRG
— ANI (@ANI) September 2, 2024
પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહે અમાનતુલ્લાહ ખાનના દાવા પર કહ્યું કે EDની નિર્દયતા જુઓ. અમાનતુલ્લાહ ખાન પહેલા ઈડીની તપાસમાં સામેલ થયા અને વધુ સમય માંગ્યો. તેમની સાસુને કેન્સર છે. તેમણે ઓપરેશન કરાવ્યું છે. દરમિયાન EDએ વહેલી સવારે તેમના ઘરે દરોડા પાડ્યા હતા. અમાનતુલ્લાહ ખાન વિરુદ્ધ કોઈ પુરાવા નથી. પરંતુ મોદીની સરમુખત્યારશાહી અને EDનો ભ્રષ્ટાચાર બંને ચાલુ છે.
ED की निर्दयता देखिये @KhanAmanatullah पहले ED की जाँच में शामिल हुए उनसे आगे के लिए समय माँगा, उनकी Mother In Law को कैंसर है उनका ऑपरेशन हुआ है घर में सुबह सुबह धावा बोलने पहुँच गये।@KhanAmanatullah के ख़िलाफ़ कोई सबूत नहीं है लेकिन मोदी की तानाशाही और ED की गुंडागर्दी दोनों… pic.twitter.com/GyhduaghJB
— Sanjay Singh AAP (@SanjayAzadSln) September 2, 2024
દરમિયાન બીજેપી પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે ખાનને આડે હાથ લેતા કહ્યું કે જે વાવશો તે લણશો. અમાનતુલ્લાહ ખાન, તમે કદાચ આ યાદ રાખ્યું હોત. કાશ તમને આ યાદ હોત. AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહે તપાસ એજન્સીના દરોડાનો વીડિયો શેર કર્યો છે અને કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને EDની તાનાશાહી ચાલુ છે.
जो बोयेगा वही काटेगा@KhanAmanatullah काश आपने यह याद रखा होता।@BJP4Delhi https://t.co/2ykzVvvcLn
— Praveen Shankar Kapoor (@praveenskapoor) September 2, 2024
સંજય સિંહે પોસ્ટ કરેલા વીડિયોમાં EDના અધિકારીઓ અમાનતુલ્લાહના ઘરના દરવાજા પર ઉભા જોઈ શકાય છે. ઘરમાં પલંગ પર એક વૃદ્ધ મહિલા પણ સૂઈ રહી છે. વીડિયોમાં અમાનતુલ્લાહ કહે છે, "મેં તમને લખીને મોકલ્યું હતું કે મારે ચાર અઠવાડિયાનો સમય જોઈએ છે. મારી સાસુનું ઓપરેશન ચાલી રહ્યું છે. ત્રણ દિવસ પહેલા તેમનું ઓપરેશન થયું છે અને તમે મારી ધરપકડ કરવા આવ્યા છો."
દરમિયાન EDના એક અધિકારીએ કહ્યું કે, તમે કેવી રીતે માનો છો કે અમે તમારી ધરપકડ કરવા આવ્યા છીએ? જેના જવાબમાં ઓખલાના AAP ધારાસભ્યએ કહ્યું કે, "1000 ટકા, તમે અહીં કેમ આવ્યા છો? જો તમે મારી ધરપકડ કરવા નથી આવ્યા તો શા માટે આવ્યા છો. તમે માત્ર મારી ધરપકડ કરવા આવ્યા છો. મારા ઘરમાં ખર્ચ માટે પૈસા નથી. તમે શું સર્ચ કરવા આવ્યા છો, મારી પાસે શું છે.





















