શોધખોળ કરો
Advertisement
AAP ધારાસભ્ય સોમ દત્તને ઝટકો, છ મહિના માટે તિહાડ જેલ મોકલાયા
તેમને 2015ના એક કેસમાં છ મહિનાની જેલની સજા સંભળાવી હતી.
નવી દિલ્હીઃ દિલ્હીની એક કોર્ટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સોમ દત્તને છ મહિના માટે તિહાડ જેલમાં મોકલી દીધા છે અને મેજીસ્ટ્રેટ કોર્ટ દ્ધારા તેમને દોષિત ઠેરવાની અપીલને ફગાવી દેવામાં આવી છે. તેમને 2015ના એક કેસમાં છ મહિનાની જેલની સજા સંભળાવી હતી.
નોંધનીય છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન ધારાસભ્ય અને 50 વ્યક્તિઓએ ગુલાબ બાગ જઇને સંજીવ રાણાના ઘરની સતત ઘંટડી વગાડી હતી. ત્યારબાદ જ્યારે સંજીવ રાણાએ આ વાતનો વિરોધ કર્યો તો ધારાસભ્યના સમર્થકોએ તેમની સાથે મારપીટ કરી હતી.
કેટલાક સમય અગાઉ દિલ્હીની એક કોર્ટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય મનોજ કુમારન ત્રણ મહિનાની સજા સંભળાવી હતી. તેમના પર 10 હજાર રૂપિયાનો દંડ લગાવ્યો હતો. જોકે, તેમને તરત જ જામીન મળી ગઇ હતી. મનોજ કુમારને કોર્ટે 2013 વિધાનસભા ચૂંટણીમાં પૂર્વ દિલ્હીની કલ્યાણ પુરી વિસ્તારમાં બનેલા એક મતદાન કેન્દ્ર પર ચૂંટણી પ્રક્રિયામાં અડચણ ઉભી કરવા મામલે દોષિત ઠેરવાયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ક્રિકેટ
Advertisement