ABP Cvoter Opinion Polls: કૉંગ્રેસ કે ભાજપ.... છત્તીસગઢમાં કોની બનશે સરકાર ? જાણો
છત્તીસગઢમાં સત્તાધારી કોંગ્રેસ અને વિપક્ષ ભાજપ માટે પરીણામનો સમય નજીક આવી રહ્યો છે કારણ કે 7 નવેમ્બરે વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. રાજ્યમાં 3 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.
ABP Cvoter Survey: છત્તીસગઢમાં સત્તાધારી કોંગ્રેસ અને વિપક્ષ ભાજપ માટે પરીણામનો સમય નજીક આવી રહ્યો છે કારણ કે 7 નવેમ્બરે વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. રાજ્યમાં 3 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. તે દિવસે બંને પક્ષો સિવાય જનતાની નજર કોને બહુમતીનો આંકડો સ્પર્શે છે તેના પર રહેશે. ચૂંટણી પહેલા, એબીપીએ સી-વોટરના સહયોગથી એક અંતિમ ઓપિનિયન પોલ કરાવ્યો છે જેમાં રાજ્યમાં કયો પક્ષ સરકાર બનાવશે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ મતદાનના પરિણામો...
છત્તીસગઢમાં કુલ 90 વિધાનસભા સીટો છે. ઓપિનિયન પોલ સર્વે દર્શાવે છે કે ચૂંટણીના પરિણામો કોંગ્રેસની તરફેણમાં આવશે. જો કે કોંગ્રેસને તેટલી બેઠકો નહીં મળે જેટલી તે દાવો કરી રહી છે, પરંતુ તેને સરકાર બનાવવા માટે જરૂરી બેઠકો ચોક્કસપણે મળશે. સર્વે મુજબ કોંગ્રેસ રાજ્યમાં 45-51 બેઠકો જીતી શકે છે જ્યારે ભાજપને આ વખતે હારનો સામનો કરવો પડી શકે છે. તેના ખાતામાં 36થી 42 સીટો જઈ શકે છે. 2-5 બેઠકો અન્યના ખાતામાં જશે.
કોને સૌથી વધુ મત મળશે
વોટ શેરની વાત કરીએ તો કોંગ્રેસને 45 ટકા લોકોના વોટ મળતા હોય તેવું લાગી રહ્યું છે, ભાજપનો વોટ શેર કોંગ્રેસ કરતા ઓછો નથી. ભાજપને 43 ટકા વોટ મળશે. અન્યને 12 ટકા વોટ મળશે. છત્તીસગઢમાં કુલ 90 વિધાનસભા સીટો છે. સર્વે મુજબ કોંગ્રેસ રાજ્યમાં 45-51 બેઠકો જીતી શકે છે. બંને પાર્ટીઓ છત્તીસગઢમાં પૂરજોશમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે.
છત્તીસગઢનો અંતિમ ઓપિનિયન પોલ
સ્ત્રોત- સી વોટર
છત્તીસગઢ- કુલ બેઠકો- 90
કોંગ્રેસ-45%
ભાજપ-43%
અન્ય -12%
છત્તીસગઢ- કુલ બેઠકો- 90
કોંગ્રેસ-45-51
ભાજપ-36-42
અન્ય -2-5
કોંગ્રેસને 45 ટકા લોકોના વોટ મળતા હોય તેવું લાગી રહ્યું છે, ભાજપનો વોટ શેર કોંગ્રેસ કરતા ઓછો નથી. ભાજપને 43 ટકા વોટ મળશે. અન્યને 12 ટકા વોટ મળશે.
( Disclaimer: 5 રાજ્યોમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં છે. આવતીકાલે સાંજે છત્તીસગઢમાં પ્રથમ તબક્કાની બેઠકોની સાથે મિઝોરમમાં ચૂંટણી પ્રચાર બંધ થઈ જશે. abp ન્યૂઝ માટે સી વોટરે તમામ 5 રાજ્યોમાં અંતિમ ઓપિનિયન પોલ કર્યો છે. આ સર્વેમાં લગભગ 63 હજાર લોકો સાથે વાત કરવામાં આવી છે. આ વાતચીત 9 ઓક્ટોબરથી 3 નવેમ્બરની વચ્ચે કરવામાં આવી હતી. સર્વેમાં ભૂલનું માર્જિન પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે.)