Exclusive: 'લૈલા મજનુની જેમ...', અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
ABP Shikhar Sammelan 2025: દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ABP ન્યૂઝના ખાસ કાર્યક્રમ શિખર સંમેલનમાં કોંગ્રેસ અને ભાજપ પર નિશાન સાધ્યું.

ABP Shikhar Sammelan: દિલ્હી વિધાનસભા ચૂંટણી વચ્ચે આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે એબીપી શિખર સંમેલનમાં કહ્યું, "કોંગ્રેસ અને ભાજપ એકબીજા સાથે મળેલા છે. બંને વચ્ચેનો પ્રેમ રોમિયો અને જુલિયટ અને લૈલા મજનૂ જેવો સંબંધ છે."
દિલ્હીમાં યમુનાની સફાઈ, રસ્તાઓ અને ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર કોંગ્રેસ અને ભાજપ સતત AAP પર હુમલો કરી રહ્યા છે. જ્યારે અરવિંદ કેજરીવાલને આ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે બંનેની મિલીભગત છે.
कांग्रेस और भाजपा के बीच लैला-मजनू की तरह प्यार है -केजरीवाल @pratimamishra04@ArvindKejriwal @AtishiAAP @msisodia @SatyendarJain#Delhi #ABPShikharSammelan #ArvindKejriwal #Kejriwal #DelhiElections #DelhiNews pic.twitter.com/1M3EJF0iK5
— ABP News (@ABPNews) January 30, 2025
અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં ચૂંટણી સારી રીતે ચાલી રહી છે. દિલ્હીના લોકો કામના આધારે મતદાન કરશે. એ લોકો ફક્ત દુષપ્રચાર કરી રહ્યા છે. જનતા એવી પાર્ટી નથી ઇચ્છતી જે ગાળો બોલે.
ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે તમે એક શાળા અને એક હોસ્પિટલ બનાવી. એક રસ્તો નથી બનાવ્યો, તો લોકો તમને વોટ શા માટે આપે? હવે જ્યારે પૂછવામાં આવે છે કે તમે શું કરશો, ત્યારે તેઓ ગાળો આપવાનું શરૂ કરે છે.
તેમણે કહ્યું કે જો ભાજપ સત્તામાં આવશે તો દિલ્હીમાં મફત સેવાઓ બંધ કરી દેવામાં આવશે. મોહલ્લા ક્લિનિક બંધ રહેશે. શાળા બંધ રહેશે. આજે દિલ્હીમાં 24 કલાક વીજળી મળે છે. તેમણે 10 વર્ષ સુધી મને ગાળો આપી.. તેમણે કહ્યું કે યમુનાના પાણી અંગે, નાયબ સિંહ સૈની પાણી પીવા ગયા હતા પરંતુ તે પી શક્યા નહીં. મોદીજીએ યમુનાજીનું પાણી પીને તે બતાવવું જોઈએ.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપ અમીર લોકોની પાર્ટી છે. આમ આદમી પાર્ટી ગરીબોની પાર્ટી છે. ભાજપ સામાન્ય લોકોના પૈસા મોટા ઉદ્યોગપતિઓને આપી રહી છે. એક ઉદ્યોગપતિને 47 હજાર કરોડ રૂપિયાની લોન આપવામાં આવી અને પછી માફ કરવામાં આવી. ભાજપે અત્યાર સુધીમાં ઉદ્યોગપતિઓના ૧૦ લાખ કરોડ રૂપિયા માફ કર્યા છે. મુખ્યમંત્રી નિવાસસ્થાન અંગે અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે તેને દિલ્હીના લોકો માટે ખોલ્યું છે, ભાજપમાંથી કોઈ તેને જોવા આવ્યું નથી.
આ પણ વાંચો....
મહાકુંભઃ ભાગદોડ બાદ પ્રયાગરાજમાં 5 મોટા ફેરફાર, VVIP પાસ રદ્દ, ગાડીઓની એન્ટ્રી પર પણ રોક
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
