શોધખોળ કરો

મધ્યપ્રદેશમાં 2,10,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે અદાણી ગ્રુપ, એક લાખથી વધુ રોજગારીનું થશે સર્જન

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આયોજીત ગ્લોબલ બિઝનેસ ઈન્વેસ્ટર્સ સમીટમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જાહેરાત કરી હતી

અદાણી ગ્રુપે કેરલ બાદ મધ્યપ્રદેશમાં પણ મોટાપાયે રોકાણ કરવાની જાહેરાત કરી છે. સોમવારે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આયોજીત ગ્લોબલ બિઝનેસ ઈન્વેસ્ટર્સ સમીટમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જાહેરાત કરી હતી કે, વિવિધ પ્રોજેક્ટ્સ માટે અદાણી જૂથ 2,10,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને સ્માર્ટ મીટરિંગ સુધીના વિવિધ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. અદાણી જૂથ મધ્યપ્રદેશ રાજ્યના પમ્પ્ડ સ્ટોરેજ, સિમેન્ટ, ખાણકામ, સ્માર્ટ મીટર અને થર્મલ એનર્જી સેક્ટર્સમાં પણ રોકાણ કરશે, જેનાથી 2૦3૦ સુધીમાં 1,2૦,૦૦૦થી વધુ નોકરીઓનું સર્જન થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવના નેતૃત્વમાં અદાણીએ મધ્યપ્રદેશને ભારતના સૌથી વધુ રોકાણ માટે તૈયાર રાજ્યોમાંના એકમાં પરિવર્તિત કરવાની જૂથની પ્રતિબદ્ધતાને વ્યક્ત કરી હતી.

મધ્યપ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025ને સંબોધતા અદાણીએ કહ્યુ હતું કે "આ ફક્ત રોકાણો નથી, "આ એક સહિયારી યાત્રામાં સીમાચિહ્નો છે, એક એવી યાત્રા જે મધ્યપ્રદેશને ઔદ્યોગિક અને આર્થિક વિકાસમાં રાષ્ટ્રીયસ્તરે લીડર બનાવશે."અદાણીએ જણાવ્યું હતું કે, 1 લાખ કરોડ રૂપિયાના વધારાના રોકાણોમાં ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ, એક મોટો એરપોર્ટ પ્રોજેક્ટ અને કોલસા ગેસિફિકેશનના પ્રોજેક્ટ્સનો સમાવેશ થશે.

અદાણી ગ્રુપ મધ્યપ્રદેશમાં ઉર્જા, માળખાગત સુવિધા, ઉત્પાદન, લોજિસ્ટિક્સ અને કૃષિ-વ્યવસાયમાં 5૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરી ચૂક્યું છે, જેનાથી 25,૦૦૦થી વધુ નોકરીઓનું સર્જન થશે. અદાણીએ તેમના સંબોધનમાં ઉમેર્યુ હતું કે "નવા રોકાણો રાજ્યના ઔદ્યોગિક ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે, જે ભારતની આત્મનિર્ભરતા અને નવીનતાના વિઝન સાથે સુસંગત રહેશે."અમે મજબૂત, વધુ સમૃદ્ધ મધ્યપ્રદેશના આપના વિઝનને સમર્થન આપવા પ્રતિબદ્ધ છીએ,". ગૌતમ અદાણીએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવના નેતૃત્વ કૌશલ્ય અને વિકાસ માટેના તેમના વિઝનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, " મુખ્યમંત્રી, તમારા વહીવટનું ધ્યાન વ્યવસાય-મૈત્રીપૂર્ણ વાતાવરણ બનાવવા અને માળખાગત સુવિધાઓના વિકાસ પર છે. "આ પ્રયાસે મધ્યપ્રદેશને દેશમાં રોકાણ માટે યોગ્ય રાજ્યમાંથી એક બનાવી દીધું છે.

અગાઉ અદાણી ગ્રુપે આગામી પાંચ વર્ષમાં કેરળમાં ૩૦,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. કોચીમાં ઇન્વેસ્ટ કેરળ ગ્લોબલ સમિટમાં અદાણી પોર્ટ્સ અને સેઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ કેરળના વિકાસ અને પ્રગતિની યાત્રામાં સહભાગી બનવા બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.                         

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર

Embed widget