(Source: ECI/ABP News/ABP Majha)
અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબ્જોઃ કાબૂલમાં કેટલા ભારતીય ફસાયા? કેવી રીતે કરાશે એરલિફ્ટ?
કાબુલ એરપોર્ટ પર અફરા-તફરી વચ્ચે ભારતીય વિમાન ઉપાડવા માટે કોર્ડિનેશન કરાઇ રહ્યું છે. અત્યારે મોટી સમસ્યા ફસાયેલા લોકોને એરપોર્ટ પર પહોંચાડવાની છે. જેના માટેના પ્રયાસ ચાલું છે.
કાબૂલઃ ભારત દેશ જ્યારે 75મો 15મી ઓગસ્ટના ઉત્સવને મનાવી રહ્યું હતું તે સમયે અફઘાનિસ્તાની રાજધાની કાબૂલને તાલિબાને ઘેરી લીધું હતું. અફઘાનિસ્તાનના નેતાઓએ તાલિબાન સાથે બારોબાર સમાધાન કરી લીધું અને સેનાના લડવાની પણ મનાઇ ફરમાવી દેતા આખરે રાતોરાતો તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો મેળવી લીધો છે. તાલિબાનના શાસનથી ભયભિત લોકો પાડોશી દેશોમાં પલાયન કરવા લાગ્યાં. જેના કારણે એરપોર્ટમાં લોકોની ભીડ એકઠી થઇ ગઇ. જેના નિયંત્રિત કરવા હવાઇ ફાયરિંગ કરાયું હતું અને તેના કારણે નાસભાગ મચી જતાં 5 લોકોના મોત થયા છે.
Ministry of External Affairs and others who are responsible for it will make all the arrangements: Union Minister Hardeep Singh Puri on the evacuation of Sikhs & Hindus from #Afghanistan pic.twitter.com/RoAm1cc2fL
— ANI (@ANI) August 16, 2021
સૂત્રો પ્રમાણે, કાબુલમાં લગભગ 130 ભારતીય છે. જેમાં ભારતીય રાજદૂત અને ડિફેન્સ અતાશે સહિત વરિષ્ઠ અધિકારીઓ અને સરકારી કર્મચારીઓનો પણ સમાવશે થાય છે. આ ઉપરાંત કાલુલના ગુરુદ્વારામાં લગભગ 208 અફઘાની સિખ પણ છે. લોકોને ત્યાંથી કાઢવા માટે અમેરિકા સાથે ભારતીય અધિકારી સતત સંપર્કમાં છે. અમેરિકા પાસે અત્યારે કાબુલ એરપોર્ટનું નિયંત્રણ છે. નોટેમ જારી થયા પછી ત્યાંથી નાગરિક ઉડ્ડયન શક્ય નથી. આથી સૈન્ય વિમાન દ્વારા ભારતીયોને લાવી શકાય છે. કાબુલ એરપોર્ટ પર અફરા-તફરી વચ્ચે ભારતીય વિમાન ઉપાડવા માટે કોર્ડિનેશન કરાઇ રહ્યું છે. અત્યારે મોટી સમસ્યા ફસાયેલા લોકોને એરપોર્ટ પર પહોંચાડવાની છે. જેના માટેના પ્રયાસ ચાલું છે.
At least 5 people were killed in Kabul airport as hundreds of people tried to forcibly enter planes leaving Kabul, witnesses: Reuters
— ANI (@ANI) August 16, 2021
અફઘાનિસ્તાનની કથળતી પરિસ્થિતિ વચ્ચે હજારો લોકો પોતાનો જીવ બચાવવા દેશ છોડવા આતુર છે. સોમવારે સવારે કાબુલના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી જે તસવીરો બહાર આવી છે તે આશ્ચર્યજનક છે. ફ્લાઇટ પકડવા માટે હજારો લોકો તૈયાર છે. એરપોર્ટમાં પ્રવેશવાની જગ્યા નથી અને ચારેય બાજુ નાસભાગનું વાતાવરણ છે. કાબુલ એરપોર્ટના ફોટા/વીડિયો અફઘાનિસ્તાનના કેટલાક સ્થાનિક પત્રકારો દ્વારા ટ્વિટ કરવામાં આવી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે હજારો લોકો પોતાની બેગ લઈને એરપોર્ટની આસપાસ ફરતા હોય છે અને માત્ર એક ફ્લાઈટમાં સીટની રાહ જોઈ રહ્યા હોય છે. પરિસ્થિતિ એટલી હદે આવી ગઈ છે કે હજારો લોકો એરપોર્ટના રનવે પર પહોંચી ગયા છે, જે દેશ છોડવા માટે તૈયાર છે. ફ્લાઇટમાં બેસવા માટે પણ લોકોમાં ઝઘડો થાય છે અને દરેક જણ કોઈપણ રીતે ફ્લાઇટમાં પ્રવેશવા માંગે છે. પરિસ્થિતિ એવી છે કે જાણો લોકો બસ સ્ટેન્ડ પર ઘેટાં બકરાની જેમ બસમાં ચડવા માટે સંઘર્ષન કરી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. તમને જણાવી દઈએ કે કાબુલ પર હવે તાલિબાનનો કબજો છે. સોમવારે સવારે એરપોર્ટ નજીક ગોળીબાર થયો હતો, જે બાદ લોકોમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું છે.