26 વર્ષ પછી ભારત યુવાનોનો દેશ નહીં રહે: દક્ષિણ ટોચ પર; આ રાજ્યોના આંકડા સૌથી ચોંકાવનારા છે

પ્રતિકાત્મક તસવીર
Source : PTI
નીતિ આયોગે તાજેતરમાં એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ હિસાબે 2050 સુધીમાં ભારતની 30 કરોડ વસ્તી વૃદ્ધ થઈ જશે. આવી સ્થિતિમાંથી બહાર આવવા દેશે શું કરવું જોઈએ તે વિગતવાર સમજો.
ભારતને યુવાનોનો દેશ કહેવામાં આવે છે. કારણ કે ભારતમાં મોટાભાગની વસ્તી યુવા છે. પણ શું દેશ હંમેશા યુવાનોનો દેશ જ રહેશે? ના. તાજેતરના એક અહેવાલ મુજબ વર્ષ 2050 સુધીમાં ભારત વૃદ્ધોનો દેશ બની જશે.

