શોધખોળ કરો

માતાના અંતિમ સંસ્કાર પછી મોદી નિયત કાર્યક્રમ માટે ગયા, જાણો મમતાએ મોદીને શું કહ્યું.....

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી અને તેને રાષ્ટ્રને સમર્પિત કરી હતી.

Heeraben Modi Passed Away: માતા હીરાબેનના અંતિમ સંસ્કાર પૂર્ણ થયા બાદ પીએમ મોદી રાજભવન પહોંચ્યા હતા. માતાના અંતિમ સંસ્કાર થયા બાદ પીએમ મોદી સ્નાન કરી અને પછી રાજભવનથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સભામાં હાજરી આપી હતી.

પ. બંગાળના કાર્યક્રમમાં પીએમ મોદીએ હાવડાથી જલપાઈગુડી વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસને વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી અને તેને રાષ્ટ્રને સમર્પિત કરી હતી.

કોલકાતામાં કાર્યક્રમ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું, "વડાપ્રધાન, આજનો દિવસ તમારા માટે ખૂબ જ દુઃખદ છે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. હું તમને વિનંતી કરીશ કે આ કાર્યક્રમ ટૂંકો રાખો કારણ કે તમે હમણાં જ તમારી માતાના અંતિમ સંસ્કારમાંથી આવ્યા છો."

નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનનું 100 વર્ષની ઉંમરે અમદાવાદની હોસ્પિટલમાં અવસાન થયું છે. વડાપ્રધાન મોદી અમદાવાદ આવવા રવાના થયા હતા. બુધવારે તબિયત લથડતા તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હીરાબેને આજે (30 ડિસેમ્બર) સવારે 3.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.

માતાને શ્રદ્ધાંજલિ આપતા પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું કે ગૌરવપૂર્ણ સદીનો ભગવાનના ચરણોમાં વિરામ... માતામાં મેં હંમેશા ત્રિમૂર્તિનો અનુભવ કર્યો છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે. જ્યારે હું તેમને તેમના 100મા જન્મદિવસે મળ્યો ત્યારે તેમણે એક વાત કહી હતી, જે હંમેશા યાદ રહે છે કે કામ કરો બુદ્ધિથી અને જીવન જીવો શુદ્ધિથી...

100 વર્ષની વયે હીરા બાએ અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા. બુધવારે જ તેમની તબિયત બગડતાં તેમને અમદાવાદની યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. પીએ

પીએમ મોદી ઘણીવાર તેમની માતા સાથેના સંબંધો વિશે વાત કરતા હતા. વડાપ્રધાન મોદી બુધવારે બપોરે દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા હતા અને અહીંની હોસ્પિટલમાં તેમની માતાને મળ્યા હતા. તે એક કલાકથી વધુ સમય સુધી હોસ્પિટલમાં રહ્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાન પહેલા જ વડાપ્રધાન તેમની માતા હીરાબેનને મળવા ગયા હતા. કર્ણાટકના મૈસુરમાં પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદી કાર અકસ્માતમાં ઘાયલ થયાના એક દિવસ બાદ હીરાબેન મોદીના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર આવ્યા છે.

હીરાબેન ગાંધીનગર શહેર નજીકના રાયસણ ગામમાં વડાપ્રધાન મોદીના નાના ભાઈ પંકજ મોદી સાથે રહેતા હતા, જેને હીરા બા તરીકે પણ ઓળખવામાં આવે છે. વડાપ્રધાન જ્યારે પણ ગુજરાતની મુલાકાતે આવતા હતા ત્યારે તેઓ રાયસણ જઈને માતાને મળતા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Cloud Burst in Chositi: જમ્મુના કિશ્તવાડ વિસ્તારમાં વાદળ ફાટ્યું, મોટી તબાહીની આશંકા
Cloud Burst in Chositi: જમ્મુના કિશ્તવાડ વિસ્તારમાં વાદળ ફાટ્યું, મોટી તબાહીની આશંકા
આજથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર, એક સાથે ચાર વરસાદી સિસ્ટમ થઈ સક્રીય
આજથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર, એક સાથે ચાર વરસાદી સિસ્ટમ થઈ સક્રીય
સ્વતંત્રતા દિવસ અગાઉ રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત, રાજ્યના 21 અધિકારીઓને મળ્યો એવોર્ડ
સ્વતંત્રતા દિવસ અગાઉ રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત, રાજ્યના 21 અધિકારીઓને મળ્યો એવોર્ડ
હવે અવાજથી થશે કેન્સરની ઓળખ, વૈજ્ઞાનિકોએ શોધી નવી ટેકનિક
હવે અવાજથી થશે કેન્સરની ઓળખ, વૈજ્ઞાનિકોએ શોધી નવી ટેકનિક
Advertisement

વિડિઓઝ

Par Tapi Narmada Link Project : સરકાર પ્રોજેક્ટ ન કરવા માગતી હોય તો પરિપત્ર જાહેર કરે: તુષાર ચૌધરી
Bharuch Mobile Snatching : ભરુચમાં પેટ્રોલપંપ પર મહિલાના મોબાઇલ-રૂપિયાની ચિલઝડપ, આરોપી ઝડપાયો
Hun To Bolish : હું તો બોલીશ : ખાતર મળવાની ખાતરી
Hun To Bolish : હું તો બોલીશ : પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ !
Hun To Bolish : હું તો બોલીશ : સરપંચો-તલાટીઓનું 'નળથી છળ'?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cloud Burst in Chositi: જમ્મુના કિશ્તવાડ વિસ્તારમાં વાદળ ફાટ્યું, મોટી તબાહીની આશંકા
Cloud Burst in Chositi: જમ્મુના કિશ્તવાડ વિસ્તારમાં વાદળ ફાટ્યું, મોટી તબાહીની આશંકા
આજથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર, એક સાથે ચાર વરસાદી સિસ્ટમ થઈ સક્રીય
આજથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર, એક સાથે ચાર વરસાદી સિસ્ટમ થઈ સક્રીય
સ્વતંત્રતા દિવસ અગાઉ રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત, રાજ્યના 21 અધિકારીઓને મળ્યો એવોર્ડ
સ્વતંત્રતા દિવસ અગાઉ રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત, રાજ્યના 21 અધિકારીઓને મળ્યો એવોર્ડ
હવે અવાજથી થશે કેન્સરની ઓળખ, વૈજ્ઞાનિકોએ શોધી નવી ટેકનિક
હવે અવાજથી થશે કેન્સરની ઓળખ, વૈજ્ઞાનિકોએ શોધી નવી ટેકનિક
મહિન્દ્રાથી લઈને ટાટા સુધી, આ તહેવારોની સીઝનમાં લોન્ચ થશે 4 નવી પાવરફુલ SUV, જાણો ફીચર્સ
મહિન્દ્રાથી લઈને ટાટા સુધી, આ તહેવારોની સીઝનમાં લોન્ચ થશે 4 નવી પાવરફુલ SUV, જાણો ફીચર્સ
વજન ઘટાડવાની દવાઓથી આંખોને થાય છે નુકસાન, નવા અભ્યાસમાં થયો મોટો ખુલાસો
વજન ઘટાડવાની દવાઓથી આંખોને થાય છે નુકસાન, નવા અભ્યાસમાં થયો મોટો ખુલાસો
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
FASTag Annual Pass ઘરે બેઠા ઓનલાઈન કેવી રીતે ખરીદશો? ફક્ત આ પાંચ સ્ટેપ રાખો યાદ
FASTag Annual Pass ઘરે બેઠા ઓનલાઈન કેવી રીતે ખરીદશો? ફક્ત આ પાંચ સ્ટેપ રાખો યાદ
Embed widget