કોરોનાથી રિકવર થયા બાદ કેટલા સમય બાદ વેક્સિન લઇ શકાય? જાણો એકસ્પર્ટની સલાહ
દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપભેર વધી રહ્યું છે. આ સ્થિતિમાં ભારતમાં કેસ 3 લાખને પાર થઇ ગયા છે. રોજ લાખો લોકો સંક્રમિત થઇ રહ્યાં છે. કોરોનાની બીજી લહેર એટલે પણ વધુ પડકારરૂપ બની રહી છે કે, આ સ્થિતિમાં વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. તો કોરોનાથી રિકવર થયા બાદ કેટલા સમયે કોરોનાની વેક્સિન લઇ શકાય,જાણીએ..
Corona virus:દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપભેર વધી રહ્યું છે. આ સ્થિતિમાં ભારતમાં કેસ 3 લાખને પાર થઇ ગયા છે. રોજ લાખો લોકો સંક્રમિત થઇ રહ્યાં છે. કોરોનાની બીજી લહેર એટલે પણ વધુ પડકારરૂપ બની રહી છે કે, આ સ્થિતિમાં વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. તો કોરોનાથી રિકવર થયા બાદ કેટલા સમયે કોરોનાની વેક્સિન લઇ શકાય,જાણીએ..
દેશમાં કોરોનાની બીજી લહેરથી સંક્રમણ વધતા લોકો ઝડપથી વેક્સિનેટ થઇ જવા ઇચ્છે છે. જો કે વેક્સિનને લઇને પણ કેટલાક સવાલો કોને મૂંઝવી રહ્યાં છે. આ મામલે દિલ્લી એમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ વેક્સિન મામલે કેટલીક સ્પષ્ટતા કરી છે. કોરોના સંક્રમણના કેટલા સમય બાદ વેક્સિન લઇ શકાય તે પણ એક સવાલ છે.
કોરોનાથી રિકવર થયા બાદ કેટલા સમય બાદ વેક્સિન લઇ શકાય?
એમ્સના ડાયરેક્ટરે આ મામલે લોકોની મુંઝવણ દૂર કરતા જણાવ્યું કે, જે લોકો કોરોના સંક્રમિત થઇ ચૂક્યા હોય તેવા લોકો પણ કોરોનાની વેક્સિન લઇ શકે છે પરંતુ આ દર્દીના નેગેટિવ રિપોર્ટ આવ્યાના 1 મહિના બાદ તેમને વેક્સિન આપી શકાય છે.
દેશમાં કેટલા લોકો થયા વેક્સિનેટ?
દેશમાં 14 કરોડથી વધારેને રસી અપાઈ ચૂકી છે. દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 14 કરોડ 78 લાખ 27 હજાર 367 ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,60,960 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3293 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,61,162 લોકો ઠીક પણ થયા છે. આજથી 18થી 45 વર્ષના લોકોને વેક્સિન માટે રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયું છે.