કોરોના થયા પછી કેટલા દિવસે કોરોનાની રસી લેવી જોઈએ ?
કોરોનાની સ્થિત હાલ દેશમાં ભયાવહ છે. ડેથ રેટ પણ સતત વધી રહ્યો છે. આ સ્થિતિમાં વેક્સિનને રક્ષાકવચ રૂપે જોવામાં આવી રહ્યું છે. વેક્સિનને લઇને કેટલાક પ્રશ્નો લોકોના મગજમાં હાલ ઉદભવી રહ્યાં છે. આ મુદ્દે એમ્સના ડિરેક્ટર રણદિપ ગુલેરિયાએ લોકોને ઉદભવતા સવાલના જવાબ આપ્યાં છે.
Corona virus:દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપભેર વધી રહ્યું છે. આ સ્થિતિમાં ભારતમાં કેસ 3 લાખને પાર થઇ ગયા છે. રોજ લાખો લોકો સંક્રમિત થઇ રહ્યાં છે. કોરોનાની બીજી લહેર એટલે પણ વધુ પડકારરૂપ બની રહી છે કે, આ સ્થિતિમાં વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. તો કોરોનાથી રિકવર થયા બાદ કેટલા સમયે કોરોનાની વેક્સિન લઇ શકાય,જાણીએ..
દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપભેર વધી રહ્યું છે. આ સ્થિતિમાં ભારતમાં કેસ 3 લાખને પાર થઇ ગયા છે. રોજ લાખો લોકો સંક્રમિત થઇ રહ્યાં છે. કોરોનાની બીજી લહેર એટલે પણ વધુ પડકારરૂપ બની રહી છે કે, આ સ્થિતિમાં વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. તો કોરોનાથી રિકવર થયા બાદ કેટલા સમયે કોરોનાની વેક્સિન લઇ શકાય,જાણીએ..
દેશમાં કોરોનાની બીજી લહેરથી સંક્રમણ વધતા લોકો ઝડપથી વેક્સિનેટ થઇ જવા ઇચ્છે છે. જો કે વેક્સિનને લઇને પણ કેટલાક સવાલો કોને મૂંઝવી રહ્યાં છે. આ મામલે દિલ્લી એમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ વેક્સિન મામલે કેટલીક સ્પષ્ટતા કરી છે. કોરોના સંક્રમણના કેટલા સમય બાદ વેક્સિન લઇ શકાય તે પણ એક સવાલ છે.
કોરોના થયા પછી કેટલા દિવસે કોરોનાની રસી લેવી જોઈએ ?
એમ્સના ડાયરેક્ટરે આ મામલે લોકોની મુંઝવણ દૂર કરતા જણાવ્યું કે, જે લોકો કોરોના સંક્રમિત થઇ ચૂક્યા હોય તેવા લોકો પણ કોરોનાની વેક્સિન લઇ શકે છે પરંતુ આ દર્દીના નેગેટિવ રિપોર્ટ આવ્યાના 1 મહિના બાદ તેમને વેક્સિન આપી શકાય છે.