શોધખોળ કરો
Advertisement
ઈટાલીથી હનીમૂન મનાવીને પરત ફર્યુ કપલ, પતિનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં જ પત્નીએ કર્યુ આવું, જાણો વિગતે
પતિનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણ્યા બાદ તેની પત્ની ફ્લાઇટ પકડીને દિલ્હી પહોંચી અને દિલ્હીથી આગ્રા પિયર આવી હતી.
નવી દિલ્હીઃ કોરોનાનો કહેર સમગ્ર વિશ્વમાં વધી રહ્યો છે અને આશરે 5000થી વધારે લોકો મોતને ભેટ્યા છે. ભારતમાં પણ બે લોકોના કોરોના વાયરસથી મોત થયા છે. આ દરમિયાન બેંગલુરુમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. હનીમૂન પરથી પરત ફર્યા બાદ પતિને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થયા બાદ પત્ની તેને છોડીને પિયર જતી રહી હતી.
ફેબ્રુઆરી 2020માં થયા હતા લગ્ન
મહિલાના લગ્ન ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં થયા હતા. જે બાદ તેના પતિ સાથે હનીમૂન મનાવવા ઈટાલી અને ફ્રાન્સ ગઈ હતી. ત્યાંથી બંને 27 ફેબ્રુઆરી પહેલા મુંબઈ અને ત્યાંથી બેંગલુરુ પરત ફર્યા હતા. જ્યાં મહિલાના પતિમાં કોરોના વાયરસના લક્ષણ જણાયા હતા.
પતિનો કોરોના ટેસ્ટ આવ્યો પોઝિટિવને.....
જે બાદ તેને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. પતિનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણ્યા બાદ તેની પત્ની ફ્લાઇટ પકડીને દિલ્હી પહોંચી અને દિલ્હીથી આગ્રા પિયર આવી હતી. આગ્રાના સ્વાસ્થ્ય વિભાગને જ્યારે આ અંગેની ખબર મળ્યા બાદ મહિલાના ઘરે પહોંચીને તેની તપાસ કરવા લાગ્યા હતા. મહિલાના પતિનો પોઝિટિવ ટેસ્ટ આવ્યો હોવાથી તેની પત્નીને પણ આઈસોલેશન વોર્ડમાં રાખવી પડે તેમ હતી. પરંતુ મહિલા હોસ્પિટલ જવા તૈયાર નહોતી તેથી તંત્ર દ્વારા પોલીસની મદદ લેવી પડી હતી.
યુવતીના પિયરિયા પણ બોલ્યા જૂઠ્ઠુ
સ્વાસ્થ્ય વિભાગના અધિકારી જ્યારે મહિલાના ઘરે પહોંચ્યા ત્યારે તે પરિવારના 8 લોકો સાથે રહેતી હતી. મહિલાના પિતાએ પણ ખોટું બોલતાં જણાવ્યું કે, તેમની દીકરી બેંગલુરુથી પરત ફરી નથી. જે બાદ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસને બોલાવવામાં આવ્યા, જે બાદ સમગ્ર પરિવારને ત્યાંથી લઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.
IPL 2020: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન, કહ્યું- અમે તો આઈપીએલ રમાડવા માંગીએ છીએ પણ...........
રાજ્યસભા ચૂંટણીઃ ક્રોસ વોટિંગના ડરથી ગુજરાત કોંગ્રેસના કયા ધારાસભ્યોને જયપુર લઈ જવાયા, જુઓ લિસ્ટ
Yes Bank ના શેરમાં રોકાણ કરીને કમાણી કરવાનો છે પ્લાન ? પહેલા જાણી લો આ નિયમ, નહીંતર થશે પસ્તાવો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion