શોધખોળ કરો
Advertisement
IPL 2020: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન, કહ્યું- અમે તો આઈપીએલ રમાડવા માંગીએ છીએ પણ...........
આઈપીએલ ફ્રેન્ચાઇઝી સાથેની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં ગાંગુલીએ કહ્યું, 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી છે. તેથી આમ પણ IPL ટૂંકી થઈ જશે. તે કેટલી ટૂંકી હશે તે અમે ન કહી શકીએ.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે આઈપીએલ 2020 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવ્યા બાદ આજે આઈપીએલ ગર્વનિંગ કાઉન્સિલની બેઠક મળી હતી. આ બેઠકમાં સીઝનને લઈ ચર્ચા થઈ હતી. જેમાં 7 મુદ્દા પણ ચરચા કરવામાં આવી હતી.
આઈપીએલ ફ્રેન્ચાઇઝી સાથેની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં ગાંગુલીએ કહ્યું, 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી છે. તેથી આમ પણ IPL ટૂંકી થઈ જશે. તે કેટલી ટૂંકી હશે તે અમે ન કહી શકીએ. અમે દરેક પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. અમે દર સપ્તાહે સ્થિતિની સમીક્ષા કરીશું. અમે આઈપીએલનું આયોજન કરવા તો ઈચ્છીએ છીએ પણ તેની સાથે અમને લોકોના સ્વાસ્થ્યની પણ ચિંતા છે.
બેઠક બાદ સૂત્રના જણાવ્યા મુજબ, આઈપીએલની મેચ ઓછી કર્યા બાદ તેના બે ગ્રુપ પાડીને રમાડવાના વિકલ્પ પર પણ ચર્ચા થઈ. કિંગ્સ ઈલેવન પંજાબના સહ માલિક નેસ વાડિયાએ બેઠક બાદ સ્પષ્ટતા કરી કે, હાલ રાહ જોવામાં આવી રહી છે. બીસીસીઆઈ, આઈપીએલ અને સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કે સ્પષ્ટ કર્યુ છે કે અમે નાણાકીય નુકસાન અંગે વિચારી રહ્યા નથી.Board of Control for Cricket in India (BCCI) President Sourav Ganguly: We are monitoring the situation and it will be reassessed every week. As much as we want to host IPL, we are also concerned about safety of the people. pic.twitter.com/sqmalHi7hv
— ANI (@ANI) March 14, 2020
બીસીસીઆઈની મુશ્કેલી દિલ્હી સરકાર અને મહારાષ્ટ્ર સરકારે વધારી છે. દિલ્હી સરકારે આઈપીએલ મેચોના આયોજન પર પ્રતિબંધ લગાવી દીધો છે. જ્યારે મહારાષ્ટ્ર સરકારે પણ રાજ્યમાં આઈપીએલની ટિકિટોના વેચાણ પર રોક લગાવી ચુકી છે. કર્ણાટક સરકાર પણ રાજ્યમાં આઈપીએલ મેચો પર બેન લગાવવા વિચાર કરી રહી છે. આ બધી વાતોને ધ્યાનમાં રાખીને આઈપીએલની વર્તમાન સિઝન મેદાન પર દર્શકો વગર આયોજિત કરવામાં આવી શકે છે.Six to seven options discussed during meeting between team owners and BCCI including a curtailed IPL: BCCI source
— Press Trust of India (@PTI_News) March 14, 2020
રાજ્યસભા ચૂંટણીઃ ક્રોસ વોટિંગના ડરથી ગુજરાત કોંગ્રેસના કયા ધારાસભ્યો જયપુર લઈ જવાયા, જુઓ લિસ્ટ Yes Bank ના શેરમાં રોકાણ કરીને કમાણી કરવાનો છે પ્લાન ? પહેલા જાણી લો આ નિયમ, નહીંતર થશે પસ્તાવો લોકો ચામાચીડિયા અને કૂતરા કેવી રીતે ખાઈ શકે ? કોરોના વાયરસને લઈ ચીન પર આ સ્ટાર ક્રિકેટરે કાઢ્યો ગુસ્સોOption of shifting IPL abroad not discussed at all: BCCI Source
— Press Trust of India (@PTI_News) March 14, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion