શોધખોળ કરો
વેક્સિન લગાવ્યા બાદ 2 લોકોના મોત પર એમ્સના ડાયરેક્ટર ગુલેરિયા શું બોલ્યા? જાણો
કોરોના વેક્સિનેશનની દુનિભાભરમાં શરૂઆત થઇ ગઇ છે. જો કે દેશમાં વેક્સિનેશન બાદ 2 લોકોના મોત થતાં વેક્સિન પર સવાલ ઉઠી રહ્યાં છે. ત્યારે આ મુદ્દે એમ્સના ડાયરેક્ટર રણદિપ ગુલેરિયાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
દિલ્લી: દેશભરમાં વેક્સિનેશનનું અભિયાન શરૂ થઇ ગયું છે. જો કે વેક્સિનેશન બાદ સાઇડ ઇફેક્ટ અને 2 લોકોના મૃત્યના કેસ સામે આવતા ફરી વેક્સિન મુદ્દે શંકા કુશંકા સેવાઇ રહી છે. જો આ મુદ્દે કોવિડ એકસ્પર્ટ ડોક્ટર અને એમ્સના ડાયરેક્ટર રણદિપ ગુલેરિયાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, “વેક્સિનમાં એવી કોઇ સાઇડઇફેટ નથી જેના કારણે મૃત્યુ થઇ જાય. તેમણે જણાવ્યું કે, મે વેકિસન લીધું છે અને હું સતત કામ કરી રહ્યો છું. મને કોઇ સાઇડઇફેક્ટ નથી થઇ”
ડોક્ટર રણદિપ ગુલેરિયાએ રસી વિશે શું કરી સ્પષ્ટતા?
ડોક્ટર ગુલેરિયાએ જણાવ્યુ કે, કોરોનાથી થતા મોતને રોકવા માટે ફરી સ્કૂલ કોલેજ શરૂ કરવા માટે અને આપણે નોર્મલ લાઇફ જીવવા માટે બધાએ જ વેક્સિન લગાવવું જોઇએ. વેક્સિન બાદ માત્ર 10 ટકા લોકોને જ રિએક્શન આવે છે. સાઇડ ઇફેક્ટના લક્ષણો પણ ખૂબ જ સામાન્ય હોય છે. જેમાં તાવ, બોડીપેઇન જેવા લક્ષણો જોવા મળે છે. જે પણ 2 દિવસમાં ઠીક થઇ જાય છે.વેક્સિનનું એવી કોઇ આડઅસર નથી જેનાથી વ્યક્તિનું મત્યુ થઇ જાય.
વેક્સન બાદ કોનું થયું મૃત્યુ?
કર્ણાટકમાં વેક્સિન લીધાના 2 દિવસ બાદ 43 વર્ષિય કર્મચારીનું સોમવારે તેમનું હાર્ટ અટેકથી મૃત્યું થયું હતું. જે બલ્લારી જિલ્લાના સ્વાસ્થ્ય કર્મી હતા.આ કેસ મુદ્દે હૃદય રોગ વિજ્ઞાનના અનુસંધાન સંસ્થાનના નિર્દેશક ડો. સીએન મંજૂનાથે જણાવ્યું છે કે, આ મૃત્યુ એક સંયોગ છે. જેનો વેક્સિન સાથે કોઇ સંબંધ નથી.
યૂપીના મુરાદાબાદમાં પણ વેક્સિનેશન બાદ તેમના એક વ્યક્તિનું મોત થયું હતું. જે હૃદય અને ફેફસાની ગંભીર બીમારીથી પીડિત હોવાનું સામે આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દેશ
ટેલીવિઝન
Advertisement