Agnipath Row: અગ્નિપથ યોજનાના વિરોધમાં આજે જંતર-મંતર પર કોગ્રેસનો સત્યાગ્રહ, રાહુલ ગાંધી થઇ શકે છે સામેલ
અગ્નિપથ યોજનાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. અગ્નિપથ યોજનાના વિરોધમાં કૉંગ્રેસ આજે દિલ્હીમાં જંતર-મંતર ખાતે સત્યાગ્રહ કરશે.
Congress Satyagraha Against Agnipath Scheme: અગ્નિપથ યોજનાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. અગ્નિપથ યોજનાના વિરોધમાં કૉંગ્રેસ આજે દિલ્હીમાં જંતર-મંતર ખાતે સત્યાગ્રહ કરશે. આ વિરોધ પ્રદર્શનમાં કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ સામેલ થઇ શકે છે. કૉંગ્રેસના સાંસદો અને નેતાઓ સશસ્ત્ર દળોમાં ભરતી માટે રજૂ કરવામાં આવેલી 'અગ્નિપથ' યોજનાનો વિરોધ કરી રહેલા યુવાનો સાથે એકતા દર્શાવવા માટે રવિવારે જંતર-મંતર ખાતે 'સત્યાગ્રહ' કરશે.
8 सालों से लगातार भाजपा सरकार ने ‘जय जवान, जय किसान' के मूल्यों का अपमान किया है।
— Rahul Gandhi (@RahulGandhi) June 18, 2022
मैंने पहले भी कहा था कि प्रधानमंत्री जी को काले कृषि कानून वापस लेने पड़ेंगे।
ठीक उसी तरह उन्हें ‘माफ़ीवीर' बनकर देश के युवाओं की बात माननी पड़ेगी और 'अग्निपथ' को वापस लेना ही पड़ेगा।
આ યોજનાના વિરોધમાં દેશભરના યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા છે અને ઘણા શહેરો અને નગરોમાંથી હિંસાની ઘટનાઓ નોંધવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસના સાંસદો, તેની કાર્યકારી સમિતિના સભ્યો અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પદાધિકારીઓ 19 જૂને સવારે 11 વાગ્યે જંતર-મંતર ખાતે શરૂ થનારા 'સત્યાગ્રહ'માં ભાગ લેશે. જંતર-મંતર ખાતે કોંગ્રેસનો સત્યાગ્રહ કોંગ્રેસ પાર્ટીના એક નેતાએ કહ્યું હતું કે આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે 'અગ્નિપથ' યોજનાએ આપણા દેશના યુવાનોને નારાજ કર્યા છે અને તેઓ રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે. તેમની સાથે ઉભા રહેવાની અમારી જવાબદારી છે. રાહુલ ગાંધીનો કેન્દ્ર પર પ્રહાર આ અગાઉ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે આઠ વર્ષથી ભાજપ સરકારે 'જય જવાન, જય કિસાન'ના મૂલ્યોનું સતત અપમાન કર્યું છે. મેં અગાઉ પણ કહ્યું હતું કે વડાપ્રધાને કૃષિ કાયદો પાછો ખેંચવો પડશે. એ જ રીતે તેમણે 'માફીવીર' બનીને દેશના યુવાનોની વાત માનવી પડશે અને 'અગ્નિપથ'ને પાછો ખેંચવો પડશે.