શોધખોળ કરો

Ajit Pawar Funeral Live: રાજકીય સન્માન સાથે થયા અજિત પવારના અંતિમ સંસ્કાર, બંન્ને દીકરાઓએ આપી મુખાગ્નિ

Ajit Pawar Last Rites Live: બારામતીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે છે. અહેવાલો અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ પ્રમુખ નીતિન નવીન પણ અજિત પવારના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે.

LIVE

Key Events
Ajit Pawar Last Rites Live Fadnavis Shinde arrive in Baramati Ajit Pawar Funeral Live: રાજકીય સન્માન સાથે થયા અજિત પવારના અંતિમ સંસ્કાર, બંન્ને દીકરાઓએ આપી મુખાગ્નિ
અજિત પવારના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા
Source : PTI

Background

Ajit Pawar Last Rites Live:  મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અજિત પવારના અંતિમ સંસ્કાર આજે બારામતીમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. 28 જાન્યુઆરીની સવારે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન તેમનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં અજિત પવાર સહિત પાંચ લોકોનું નિધન થયું હતું. સમગ્ર મહારાષ્ટ્રમાં શોકનો માહોલ છે. નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે સવારે બારામતી નજીક વિમાન દુર્ઘટનામાં નિધન થયું હતું.  બારામતીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે છે. અહેવાલો અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ પ્રમુખ નીતિન નવીન પણ અજિત પવારના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે.

મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ અને તેમના પરિવારના નિવાસસ્થાન ખાતે અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચી રહ્યા છે. સમર્થકો અને સ્થાનિક નાગરિકોની ભીડ સતત વધી રહી છે.

બારામતીમાં શોકનો માહોલ

અહેવાલ અનુસાર, ગુરુવારે સવારે 9 વાગ્યે અંતિમ યાત્રા શરૂ થશે. ત્યારબાદ સવારે 11 વાગ્યે બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના વતન કાટેવાડીમાં પણ શોકનું વાતાવરણ છે. બારામતીમાં તેમની યાદમાં એક સ્મારક બનાવવાની પણ ચર્ચા થઈ રહી છે. રાજ્ય સરકારે ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે.  દરમિયાન રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાશે. બુધવારે સમગ્ર મહારાષ્ટ્રમાં જાહેર રજા જાહેર કરવામાં આવી અને તમામ સરકારી કચેરીઓ બંધ રહી હતી.

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ અકસ્માતના કારણની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી છે. ફોરેન્સિક તપાસ શરૂ કરવા માટે એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યૂરો (AAIB) ની એક નિષ્ણાત ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. 66 વર્ષીય અજિત પવાર બુધવારે સવારે 8:10 વાગ્યે મુંબઈથી પુણે જિલ્લાના બારામતી જવા રવાના થયા હતા. 5 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચાર કરવા માટે તેઓ ચાર જાહેર સભાઓને સંબોધવાના હતા.

કેપ્ટન સુમિત કપૂર, સહ-પાયલટ કેપ્ટન શાંભવી પાઠક, અજિત પવારના પર્સનલ સિક્યોરિટી ઓફિસર વિદિત જાધવ અને ફ્લાઇટ એટેન્ડન્ટ પિંકી માલીનું પણ મૃત્યુ થયું. અજિત પવારના મૃતદેહની ઓળખ તેમની કાંડા ઘડિયાળ દ્વારા કરવામાં આવી હતી. વિસ્ફોટ પછી તાત્કાલિક કટોકટી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને રનવેની ડાબી બાજુ કાટમાળ મળી આવ્યો હતો.

મૃતદેહને વિદ્યા પ્રતિષ્ઠાનમાં રાખવામાં આવ્યો.

અજિત પવારના પાર્થિવ દેહને બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાનમાં અંતિમ સંસ્કાર માટે રાખવામાં આવ્યો છે, જે અજિત પવારની દેખરેખ હેઠળ બનાવવામાં આવ્યું હતું. વિદ્યા પ્રતિષ્ઠાન એક મુખ્ય શૈક્ષણિક સંસ્થા છે.

12:50 PM (IST)  •  29 Jan 2026

Ajit Pawar Funeral LIVE Updates: પિતાને મુખાગ્નિ આપી પુત્રો ભાવુક થઈ ગયા

અજિત પવારના બે પુત્રો પાર્થ અને જયે એકસાથે પિતાને મુખાગ્નિ આપી હતી. પવાર પરિવારના સભ્યો, રાજકારણીઓ, NCP કાર્યકરો અને ત્યાં એકઠા થયેલા હજારો લોકો ભાવુક થઈ ગયા.

12:05 PM (IST)  •  29 Jan 2026

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શ્રદ્ધાંજલિ આપી હતી.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા
Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
Gujarat Rain Live Update: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ, 720 રસ્તા જળમગ્ન, કેટલાક ગામડા સંપર્ક વિહોણા
Gujarat Rain Live Update: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ, 720 રસ્તા જળમગ્ન, કેટલાક ગામડા સંપર્ક વિહોણા
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
Embed widget