NCP Crisis: રાજકીય ડ્રામા વચ્ચે અજિત પવાર જૂથે આ નેતાને બનાવ્યા મહારાષ્ટ્ર NCPના અધ્યક્ષ, જાણો
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. રવિવારે (2 જુલાઈ)ના બળવા પછી NCP બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે. હવે બંને જૂથમાંથી નવી નિમણૂંકો અને બરતરફી કરવામાં આવી રહી છે.
Maharashtra Politics Crisis: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. રવિવારે (2 જુલાઈ)ના બળવા પછી NCP બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે. હવે બંને જૂથમાંથી નવી નિમણૂંકો અને બરતરફી કરવામાં આવી રહી છે. અજિત પવારના જૂથે સુનીલ તટકરેને મહારાષ્ટ્ર NCPના અધ્યક્ષ બનાવ્યા છે.
તમને જણાવી દઈએ કે સોમવારે (3 જુલાઈ) એનસીપીના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલેની માંગ પર કાર્યવાહી કરતા શરદ પવારે સુનીલ તટકરે અને પ્રફુલ પટેલને પાર્ટીના બંધારણ અને નિયમોના સીધા ઉલ્લંઘન બદલ પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવ્યો છે.
અજિત પવાર જૂથે નવી નિમણૂક કરી
અજિત પવાર જૂથે કહ્યું કે જયંત પાટીલને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મહારાષ્ટ્ર અધ્યક્ષ પદ પરથી હટાવવામાં આવી રહ્યા છે. NCP નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું કે સુનીલ તટકરેને પાર્ટીમાં સંગઠનાત્મક ફેરફાર કરવાનો અધિકાર રહેશે. પ્રફુલ્લ પટેલે પોતાને કાર્યકારી પ્રમુખ ગણાવ્યા છે.
આ સાથે એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું કે અનિલ ભાઈદાસ પાટીલને મહારાષ્ટ્ર વિધાનસભામાં એનસીપીના મુખ્ય દંડક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શરદ પવાર દ્વારા પ્રફુલ પટેલ અને સુનીલ તટકરેને NCPમાંથી હટાવ્યા બાદ આ નિર્ણય આવ્યો છે.
સુનીલ તટકરેને પ્રદેશ અધ્યક્ષ બનાવાયા
પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે, પાર્ટીના નિયમો મુજબ પ્રદેશ પ્રમુખ પદ માટેની ચૂંટણી દર ત્રણ વર્ષે યોજાય છે, પરંતુ કેટલાક કારણોસર 3 વર્ષ પછી ચૂંટણી યોજાઈ ન હતી, તેથી જયંત પાટીલનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો હતો. પરંતુ હવે સુનિલ તટકરેની તાત્કાલિક પ્રભાવથી પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે .
તેમણે કહ્યું, અમે વિધાનસભા અધ્યક્ષને જાણ કરી છે કે વિધાનસભામાં સંસદીય વિધિમંડળ પાર્ટીના નેતા અજિત પવાર છે. રૂપાલી ચકનકરને NCP મહિલા પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પ્રફુલ્લ પટેલે કહ્યું કે શરદ પવારે લીધેલો નિર્ણય અમને લાગુ ન પડી શકે કારણ કે ગઈ કાલે લીધેલા નિર્ણયમાં અમને મોટાભાગના નેતાઓનું સમર્થન મળ્યું છે.
અજિત પવારે શરદ પવારને રાષ્ટ્રીય અધ્યક્ષ કહ્યા
જ્યારે પૂછવામાં આવ્યું કે હવે NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ હશે, તો અજિત પવારે કહ્યું, શું તમે ભૂલી ગયા છો કે શરદ પવાર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. ડેપ્યુટી સીએમ અજિત પવારે કહ્યું કે તેમણે મહારાષ્ટ્રના ભલા માટે આ નિર્ણય લીધો છે.
https://t.me/abpasmitaofficial