શોધખોળ કરો
રાહુલ ગાંધીના ‘ખૂન કી દલાલી’ વાળા નિવેદનના સમર્થનમાં ઉતર્યા CM અખિલેશ, આપી આ દલીલ

લખનઉ : કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ‘ખુન કી દલાલી’ વાળા નિવેદન બાદ તેની ટીકા કરવામાં આવી રહી છે, ત્યારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ તેના સર્મથનમાં આગળ આવ્યા છે. સોમવારે લખનઉમાં રાહુલ ગાંધીના આ નિવેદન વિશે પૂછવામાં આવતા અખિલેશ યાદવે કહ્યું કે તેમણે નિવેદન આપ્યું છે તો સમજી વિચારીને આપ્યું હશે, તે ઈટાવામાં નિતિન યાદવ સહિત ધણા શહીદ પરિવારોને મળ્યા છે. ભારત-પાક વચ્ચે સંબંધો જોરદાર તણાવ હોવા છતાં અખિલેશ યાદવ આજે પણ વાત-ચીતના રસ્તા પર વાત કરી રહ્યા છે. અખિલેશે કહ્યું વાત-ચીતથી રસ્તો નિકળી જતો હોય તો શા માટે જીવ દેવા પડે છે. અખિલેશ યાદવ ચૂંટણી પછીના સમીકરણોને ધ્યાનમાં રાખી કૉંગ્રેસ સાથે સંબંધ ખરાબ કરવા નથી માંગતા. સપાને સરકાર બનાવવા માટે લાયક સંખ્યા ના થાય તો કૉંગ્રેસ પાર્ટી કામ આવી શકે છે, જેના કારણે અખિલેશે કહ્યું કૉંગેસની વાત નથી પરંતુ રાહુલ સાથે તેમના સંબંધો સારા છે.
વધુ વાંચો





















