શોધખોળ કરો
હાવડામાં અમિત શાહની વર્ચુઅલ રેલી, કહ્યું- મમતા સરકાર ભત્રીજા કલ્યાણની દિશામાં કામ કરી રહી છે
પશ્ચિમ બંગાળમાં કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી એક સભાને સંબોધિત કરી હતી.

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી એક સભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કેંદ્રની મોદી સરકાર જન કલ્યાણ માટે કામ કરી રહી છે અને મમતા બેનર્જી સરકાર બંગાળમાં ભત્રીજા કલ્યાણ ની દિશામાં કામ કરી રહી છે. મમતા બેનર્જીના શાસનકાળમાં બંગાળમાં સ્થિતિ વામ શાસન કરતા પણ ખરાબ છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી બંગાળના લોકોની આકાંક્ષાઓ પર યોગ્ય રીતે ઉતરવામાં નિષ્ફળ ગયા છે, એટલે તૃણમૂલના નેતાઓ ભાજપમાં સામેલ થઈ રહ્યા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધતા તેમણે કહ્યું તેમનો 10 વર્ષનો કાર્યકાળ તાનાશાહી ભર્યો રહ્યો છે. જો રાજ્યમાં ભાજપની સરકાર બનશે તો પ્રથમ કેબિનેટની બેટકમાં આયુષ્માન ભારત યોજના લાગૂ કરશું. અમિત શાહે કહ્યું, 'દીદી બંગાળની જનતાને આયુષ્માન ભારત યોજનાનો લાભ નથી મળવા દેતા, કારણ કે આ યોજના મોદીજીએ શરૂ કરી છે. હું બંગાળની જનતાને વિશ્વાસ અપાવું છું કે ભાજપ સરકાર આવ્યા બાદ અમે પ્રથમ કેબિનેટ બેઠકમાં પ્રસ્તાવ કરશું કે રાજ્યમા આ યોજના લાગૂ થાય.' આ સાથે જ તેમણે કહ્યું મમતા દીદીએ થોડા દિવસો પહેલા એક પત્ર મોકલ્યો છે કે અમે ખેડૂત સન્માનન નિધિ યોજના લાગૂ કરવા માટે સહમત છીએ. દીદી તમે કોને બેવકૂફ બનાવી રહ્યા છો, માત્ર કાગળ મોકલ્યા છે, તેની સાથે ખેડૂતોની યાગી જોઈએ, બેંક ખાત નંબર જોઈએ. તમે એ કંઈ નથી મોકલ્યું.'
વધુ વાંચો




















