શોધખોળ કરો

FASTag New Rules: ₹1,500ના પાસમાં કેટલી ટ્રિપ મળશે? 1 નવેમ્બર પહેલા જાણી લો નવા નિયમો

1 નવેમ્બરથી ટોલ પ્લાઝાની 20 કિમીની ત્રિજ્યામાં રહેતા લોકોને મળશે સસ્તા દરે FASTag પાસ, જાણો તેની પાત્રતા અને શરતો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • માર્ગ મંત્રાલયે સ્થાનિકો માટે FASTag ટોલ નિયમ બદલ્યા.
  • ૨૦ કિમી ત્રિજ્યાના ખાનગી વાહનચાલકોને કન્સેશનલ લોકલ પાસ.
  • ૧ નવેમ્બર, ૨૦૨૬થી ₹૧૫૦૦/₹૩૦૦૦ વાર્ષિક ફી, ચોક્કસ ટોલ.

FASTag annual pass 1500: રોજબરોજ હાઈવે પર મુસાફરી કરતા વાહનચાલકો માટે ટોલનો ખર્ચ એક મોટી સમસ્યા બની રહ્યો હતો. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, ભારત સરકારના માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા FASTag ના નિયમોમાં કેટલાક મહત્ત્વના અને રાહતરૂપ ફેરફારો કરવામાં આવ્યા છે.

આગામી 1 નવેમ્બર, 2026 થી, રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર આવેલા ટોલ પ્લાઝાની 20 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા ખાનગી વાહન માલિકોને એક વિશેષ 'કન્સેશનલ લોકલ પાસ' આપવામાં આવશે. આ નવા નિયમથી સ્થાનિક લોકોને આર્થિક રીતે મોટો ફાયદો થવાની પૂરી શક્યતા છે.

સરકારની જાહેરાત મુજબ, આ પાસની વાર્ષિક ફી ટોલ પ્લાઝાના સ્થાન પર આધારિત રહેશે. જો ટોલ પ્લાઝા કોઈ મ્યુનિસિપલ કે સ્થાનિક શહેરની હદની બહાર આવેલો હશે, તો તેના માટે વાર્ષિક 1,500 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે. પરંતુ જો તે શહેરની હદની અંદર હશે, તો તેની વાર્ષિક ફી 3,000 રૂપિયા રહેશે.

₹1,500 ના FASTag પાસ સાથે કેટલી ટ્રિપ મળશે?

ઘણા લોકોના મનમાં આ નવા પાસ અંગે એવો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે 1,500 રૂપિયાના પાસમાં કેટલી ટ્રિપ મફત મળશે?

અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે 1,500 રૂપિયાના આ લોકલ પાસમાં 200 ટ્રિપ જેવી કોઈ નિશ્ચિત મર્યાદા રાખવામાં આવી નથી. આ સામાન્ય FASTag વાર્ષિક પાસ જેવો 200-ટ્રિપ પાસ નથી, પરંતુ સ્થાનિક લોકોની સુવિધા માટે બનાવેલો એક ખાસ કન્સેશનલ લોકલ પાસ છે.

આ પાસ જે તે સંબંધિત ટોલ પ્લાઝા પરથી નિયમિત અને સ્થાનિક મુસાફરી કરવા માટે પૂરા એક વર્ષ સુધી માન્ય રહેશે. જો તમે ટોલ પ્લાઝાની 20 કિમીની ત્રિજ્યામાં રહો છો અને રોજ એક જ ટોલ પ્લાઝા પરથી પસાર થાવ છો, તો તમારે દર વખતે અલગથી ટોલ ફી ચૂકવવાની જરૂર રહેશે નહીં. માત્ર વાર્ષિક ફી ભરીને તમે સરળતાથી મુસાફરી કરી શકશો.

કોને મળશે આ પાસનો લાભ?

આ ખાસ પાસ મેળવવા માટે વાહન માલિકોએ કેટલીક ચોક્કસ શરતો પૂરી કરવી ફરજિયાત છે:

વાહન ખાનગી (Private) હોવું જોઈએ અને તેનું રજિસ્ટ્રેશન બિન-વાણિજ્યિક (Non-Commercial) ઉપયોગ માટે થયેલું હોવું જોઈએ.

વાહન પર માન્ય અને સક્રિય (Active) FASTag લગાવેલો હોવો જોઈએ.

સૌથી મહત્ત્વની શરત એ છે કે, વાહન માલિકનું કાયમી રહેઠાણ સંબંધિત ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરની અંદર હોવું જોઈએ.

ફક્ત ટોલ પ્લાઝાની નજીક રહેવાથી આપોઆપ પાસ મળી જશે નહીં; વાહન માલિક અને વાહન બંને નિયમો મુજબ પાત્ર હોવા જોઈએ.

કયા સ્થળો અને સંજોગોમાં પાસ માન્ય નહીં ગણાય?

આ સ્થાનિક પાસનો એક નિયમ એ પણ છે કે તે દરેક ટોલ પ્લાઝા પર માન્ય રહેશે નહીં. તમે જે ચોક્કસ ટોલ પ્લાઝા માટે પાસ કઢાવ્યો હશે, તેનો ઉપયોગ માત્ર તે જ જગ્યાએ કરી શકાશે. દેશના અન્ય કોઈ પણ નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પર આ પાસથી મફત મુસાફરી કરી શકાશે નહીં.

ઉપરાંત, જ્યાં પણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો કે એક્સપ્રેસવે પર 'ક્લોઝ્ડ યુઝર ફી કલેક્શન સિસ્ટમ' અમલમાં હશે, ત્યાં આ સ્થાનિક પાસની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. આ સાથે જ, જો સ્થાનિક મુસાફરો માટે કોઈ સર્વિસ રોડ કે બીજો વૈકલ્પિક માર્ગ પહેલેથી જ ઉપલબ્ધ હશે, તો પણ તેમને આ વિશેષ પાસનો લાભ આપવામાં આવશે નહીં.

Frequently Asked Questions

FASTag ના નિયમોમાં શું ફેરફાર થયો છે?

1 નવેમ્બર, 2026 થી, ટોલ પ્લાઝાની 20 કિમી ત્રિજ્યામાં રહેતા ખાનગી વાહન માલિકોને 'કન્સેશનલ લોકલ પાસ' મળશે, જેથી તેમને ટોલ પર આર્થિક રાહત મળશે.

આ લોકલ પાસની વાર્ષિક ફી કેટલી છે?

જો ટોલ પ્લાઝા મ્યુનિસિપલ હદની બહાર હોય તો ₹1,500 અને જો શહેરની હદમાં હોય તો ₹3,000 વાર્ષિક ફી ચૂકવવી પડશે.

₹1,500 ના પાસમાં કેટલી ટ્રિપ મફત મળશે?

આ લોકલ પાસમાં 200 ટ્રિપની કોઈ નિશ્ચિત મર્યાદા નથી. તે પૂરા એક વર્ષ માટે સંબંધિત ટોલ પ્લાઝા પર નિયમિત મુસાફરી માટે માન્ય રહેશે.

કયા વાહન માલિકોને આ પાસનો લાભ મળશે?

ખાનગી અને બિન-વાણિજ્યિક વાહન માલિકોને, જેમનું રહેઠાણ ટોલ પ્લાઝાથી 20 કિમીની અંદર હોય અને માન્ય FASTag હોય.

આ સ્થાનિક પાસ કયા સંજોગોમાં માન્ય નહીં ગણાય?

આ પાસ માત્ર ચોક્કસ ટોલ પ્લાઝા માટે જ માન્ય છે. ક્લોઝ્ડ યુઝર ફી સિસ્ટમવાળા ધોરીમાર્ગો પર કે વૈકલ્પિક માર્ગ હોય ત્યાં તે માન્ય નથી.

Advertisement

ટોપ સ્ટોરી

કેન્દ્ર સરકારના પેન્શનરોને દિવાળી ભેટ: DR માં 3% વધારો, જાણો ખાતામાં કેટલું પેન્શન વધુ આવશે?
કેન્દ્ર સરકારના પેન્શનરોને દિવાળી ભેટ: DR માં 3% વધારો, જાણો ખાતામાં કેટલું પેન્શન વધુ આવશે?
DA Hike Calculator: 3% વધારાથી સરકારી કર્મચારીના ખાતામાં કેટલા જમા થશે? જુઓ લેવલ મુજબ ગણતરી
DA Hike Calculator: 3% વધારાથી સરકારી કર્મચારીના ખાતામાં કેટલા જમા થશે? જુઓ લેવલ મુજબ ગણતરી
હરદીપ પુરી MP થી લડશે રાજ્યસભાની ચૂંટણી, BJP એ નામની કરી જાહેરાત
હરદીપ પુરી MP થી લડશે રાજ્યસભાની ચૂંટણી, BJP એ નામની કરી જાહેરાત
Cyclone Arnab: લેન્ડફોલ બાદ ચક્રવાત 'અર્નબ' નું રૌદ્ર રુપ, અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ  
Cyclone Arnab: લેન્ડફોલ બાદ ચક્રવાત 'અર્નબ' નું રૌદ્ર રુપ, અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ  
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ
Hun To Bolish : હું તો બોલીશ : સોસાયટીઓમાં ઝઘડા કેમ ?
Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો
નવા વર્ષમાં માવઠું! અંબાલાલ પટેલની મોટી આગાહી: આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે?
નવા વર્ષમાં માવઠું! અંબાલાલ પટેલની મોટી આગાહી: આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે?
કેન્દ્ર સરકારના પેન્શનરોને દિવાળી ભેટ: DR માં 3% વધારો, જાણો ખાતામાં કેટલું પેન્શન વધુ આવશે?
કેન્દ્ર સરકારના પેન્શનરોને દિવાળી ભેટ: DR માં 3% વધારો, જાણો ખાતામાં કેટલું પેન્શન વધુ આવશે?
Breaking: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો; મોદી સરકારે મંજૂર કર્યા 10016 કરોડ
Breaking: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો; મોદી સરકારે મંજૂર કર્યા 10016 કરોડ
ICC રેન્કિંગમાં ખળભળાટ: 3 ફોર્મેટમાં બદલાયા નંબર 1 સ્થાન, અભિષેક શર્મા ફરી બેટિંગમાં બાદશાહ
ICC રેન્કિંગમાં ખળભળાટ: 3 ફોર્મેટમાં બદલાયા નંબર 1 સ્થાન, અભિષેક શર્મા ફરી બેટિંગમાં બાદશાહ
હરદીપ પુરી MP થી લડશે રાજ્યસભાની ચૂંટણી, BJP એ નામની કરી જાહેરાત
હરદીપ પુરી MP થી લડશે રાજ્યસભાની ચૂંટણી, BJP એ નામની કરી જાહેરાત
પેન્શનર્સ માટે મોટા સમાચાર: 58 વર્ષ પહેલાં નિવૃત્તિ લેનારાઓને કેટલું નુકસાન થશે?
પેન્શનર્સ માટે મોટા સમાચાર: 58 વર્ષ પહેલાં નિવૃત્તિ લેનારાઓને કેટલું નુકસાન થશે?
Embed widget