શોધખોળ કરો

Tajinder Bagga Warrant: ભાજપ નેતા તેજિન્દર બગ્ગા વિરુદ્ધ વધુ એક વોરંટ, મોહાલી કોર્ટે ધરપકડ કરવા આદેશ આપ્યા

Tajinder Bagga Latest News: મોહાલી કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા વોરંટમાં કહેવામાં આવ્યું છે કે બગ્ગાની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવે. કોર્ટ દ્વારા પોલીસને આ આદેશ આપવામાં આવ્યો છે.

Court order to Arrest Tanjinder Bagga: મોહાલી કોર્ટે બીજેપી નેતા તેજિંદર સિંહ બગ્ગા વિરુદ્ધ વોરંટ જાહેર  કર્યું છે. મોહાલી કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા વોરંટમાં કહેવામાં આવ્યું છે કે બગ્ગાની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવે. કોર્ટ દ્વારા પોલીસને આ આદેશ આપવામાં આવ્યો છે. મોહાલી કોર્ટમાંથી ધરપકડના વોરંટ બાદ તેજેન્દ્ર પાલ સિંહ બગ્ગા પોતાના વકીલની સલાહ લેવા માટે તેમના નિવાસસ્થાનથી બહાર આવ્યા હતા. બગ્ગાના પિતાએ કહ્યું કે બગ્ગા ફરાર થયો નથી, પરંતુ વકીલની સલાહ લેવા ગયો છે.

જ્યારે પંજાબ પોલીસે શુક્રવારે બગ્ગાની દિલ્હીના જનકપુરી ખાતેના તેના નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી, જ્યારે શહેર પોલીસ તેને હરિયાણાથી રાષ્ટ્રીય રાજધાની પરત લાવી હતી અને કહ્યું હતું કે પંજાબ પોલીસે તેને ધરપકડ વિશે જાણ કરી નથી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, બગ્ગાએ પોતાની સુરક્ષા અંગે ડર વ્યક્ત કર્યો છે. અમે જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરીશું.

દિલ્હી પોલીસે શુક્રવારે બગ્ગાના પિતા પ્રીતપાલ સિંહ બગ્ગાની ફરિયાદ પર અપહરણનો કેસ નોંધ્યો હતો. તેના પિતાએ આરોપ લગાવ્યો કે સવારે 8 વાગ્યાની આસપાસ કેટલાક લોકો તેમના ઘરે આવ્યા અને તેમના પુત્રનું અપહરણ કર્યું.

દિલ્હી પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય સચિવ બગ્ગાની ગયા મહિને મોહાલીમાં નોંધાયેલા કેસના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. શુક્રવારે મોડી રાત્રે તેને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. પ્રીતપાલ બગ્ગાએ જણાવ્યું કે તેનો પુત્ર મોડી રાત્રે લગભગ એક વાગ્યે તેના મિત્રો અને સમર્થકો સાથે ઘરે પરત ફર્યો.

બગ્ગાની ધરપકડ દરમિયાન શીખ ધર્મનું અપમાન કરવાનો આરોપ 
બીજેપી નેતા તેજિંદર બગ્ગાની ધરપકડનો મામલો સતત જોર પકડી રહ્યો છે. હવે ભાજપ આ મુદ્દાને લઈને કેજરીવાલ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. સાથે જ એવો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે જ્યારે પંજાબ પોલીસ બગ્ગાની ધરપકડ કરવા આવી ત્યારે તેણે શીખ ધર્મનું અપમાન કર્યું હતું. હવે રાષ્ટ્રીય લઘુમતી આયોગે આ મામલે પંજાબના મુખ્ય સચિવને પત્ર લખ્યો છે.

રાષ્ટ્રીય લઘુમતી આયોગે બગ્ગાને ધરપકડ દરમિયાન પાઘડી ન પહેરવા દેવા અંગે પંજાબ સરકાર પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે. પંચે 14મી મે સુધીમાં રિપોર્ટ સોંપવાનું કહ્યું છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ધાર્મિક અધિકારોનું ગંભીર ઉલ્લંઘન છે, આ એક શીખ વ્યક્તિ સાથે જોડાયેલો મામલો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાનPanchmahal News | પંચમહાલમાં ગેસ સિલીન્ડર કૌભાંડનો પર્દાફાશ, ઘરેલુ વપરાશના સિલીન્ડરનો કોમર્શિયલ ઉપયોગChhotaudepur Accident | છોટાઉદેપુરમાં ખાનગી બસને નડ્યો અકસ્માત, 5 મુસાફર ઘાયલBotad Rain | બોટાદ શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે વરસાદ  
Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે વરસાદ  
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં સભાને સંબોધિત કરતી વખતે અચાનક કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબીયત લથડી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં સભાને સંબોધિત કરતી વખતે અચાનક કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબીયત લથડી
SL vs NZ 2nd Test Highlights: શ્રીલંકાએ રચ્યો ઇતિહાસ, 15 વર્ષ પછી ન્યૂઝીલેન્ડ સામે જીતી ટેસ્ટ સીરિઝ
SL vs NZ 2nd Test Highlights: શ્રીલંકાએ રચ્યો ઇતિહાસ, 15 વર્ષ પછી ન્યૂઝીલેન્ડ સામે જીતી ટેસ્ટ સીરિઝ
Embed widget