શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે આજે સેના પ્રમુખ જશે લદ્દાખ, કમાન્ડર્સ સાથે કરશે વાતચીત
આ પહેલા ભારત અને ચીનના સૈન્ય કમાન્ડર્સ વચ્ચે સોમવારે આશરે 11 કલાક લાંબી મેરાથોન બેઠક ચાલી હતી.
નવી દિલ્હીઃ સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે મંગળવાર અને બુધવારે લદ્દાખના પ્રવાસ કરશે. આ દરમિયાન ચીની સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે ત્યાં તૈનાત કમાંડરો સાથે ચર્ચા કરશે. સૈન્ય સૂત્રોના જણાવ્યા મુજબ, સેના પ્રમુખ મુલાકાત લઈને ત્યાં તૈનાત સૈનિકો સાતે વાતચીત કરશે. જનરલ નરવણેનો આ પ્રવાસ ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથે લડાઈમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા બાદ અને સીમા પર તણાવ વધ્યાના એક સપ્તાહ બાદ થઈ રહ્યો છે.
આ પહેલા ભારત અને ચીનના સૈન્ય કમાન્ડર્સ વચ્ચે સોમવારે આશરે 11 કલાક લાંબી મેરાથોન બેઠક ચાલી હતી. બંને દેશોના કોર કમાંડર્સ વચ્ચે આ બીજી મોટી બેઠક હતી. પહેલી બેઠક 6 જૂનના રોજ થઈ હતી.
ભારત તરફથી 14મી કોરના કમાન્ડર લેફ્ટિનન્ટ જનરલ હરિંદર સિંહે ભાગ લીધો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતે આ બેઠકમાં પૂર્વી લદ્દાખના પૈંગોંગ ત્સો વિસ્તારમાં ચીની સૈનિકોને હટાવવાની માંગણી કરી હતી.
ભારતીય ઓફિસરોએ ગલવાનમાં થયેલી હિંસક ઝપાઝપી વિશે નારાજગી વ્યક્ત કરી છે. ઝપાઝપીને ચીનનું કાવતરું અને ક્રૂરતા ગણાવવામાં આવી છે. ભારતની માંગ છે કે, ચીન લદ્દાખમાં તેમના સૈનિકોની પોઝિશન એપ્રિલ પ્રમાણે કરે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion