શોધખોળ કરો
Advertisement
લદ્દાખમાં સેના પ્રમુખનું મોટું નિવેદન- ‘LAC પર સ્થિતિ તણાવપૂર્ણ, સેના દરેક પડકારોનો સામનો કરવા તૈયાર’
સેના પ્રમુખ નરવણે લેહની સ્થિતિની સમીક્ષા માટે ગુરુવારથી લદ્દાખની મુલાકાતે છે. ચીન સાથે વધેલા સરહદ તણાવ વચ્ચે લદ્દાખ પહોંચેલા સેના પ્રમુખ ફીલ્ડ કમાન્ડરો સાથે તૈનાતી અને તૈયારીઓની સમીક્ષા કરી રહ્યાં છે.
લદ્દાખ: પૂર્વી લદ્ધાખમાં ચીન સાથેના તણાવ વચ્ચે સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ મોટું નિવેદન આપ્યું છે. સેના પ્રમુખે કહ્યું કે, એલએસી પર સ્થિતિ તણાવપૂર્ણ છે, પરંતુ સેના તમામ પડકારોનો સામનો કરવા માટે તૈયાર છે. છેલ્લા ત્રણ મહિનાથી સ્થિતિ નાજૂક છે પરંતુ જવાનોનો મનોબળ ઉંચો છે.
સેના પ્રમુખ નરવણે લેહની સ્થિતિની સમીક્ષા માટે ગુરુવારથી લદ્દાખની મુલાકાતે છે. ચીન સાથે વધેલા સરહદ તણાવ વચ્ચે લદ્દાખ પહોંચેલા સેના પ્રમુખ ફીલ્ડ કમાન્ડરો સાથે તૈનાતી અને તૈયારીઓની સમીક્ષા કરી રહ્યાં છે.
આર્મી ચીફે ગુરુવાર કેટલાક ફોરવર્ડ લોકેશનોની પણ મુલાકાત લીધી હતી. જેના નામ સેનાએ જણાવ્યા નથી. સેના પ્રમુખની આ યાત્રા પહેલા બુધવારે વાયુસેના પ્રમુખ આક કે એસ ભદોરિયાએ પૂર્વ કમાનનો પ્રવાસ કર્યો હતો.
વાયુસેના પ્રમુખે ચીન સરહદ નજીકના ઉત્તર પૂર્વ રાજ્ય સિક્કિમ, અસમ, અરુણાચલ પ્રદેશ, મેઘાલયના વાયુસેનાની કોમ્બેટ યૂનિટ્સની ઓપરેશનલ તૈયારીઓની માહિતી મેળવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement