શોધખોળ કરો
Advertisement
જમ્મુ-કાશ્મીર: આતંકીઓએ સેનાના જવાનનું કર્યું અપહરણ, હિઝબૂલ કમાન્ડરને ઠાર કરનારી ટીમમાં હતો સામેલ
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાંથી આજે આતંકીઓએ સેનાના એક જવાનનું અપહરણ કર્યું. સેનાના જવાન જ્યારે પોતાના મિત્રો સાથે મુગલ રોડથી પસાર થઈ રહ્યા હચા ત્યારે આતંકીઓએ અપહરણ કર્યું. તે પુછનો રહેવાસી છે અને 44 રાષ્ટ્રીય રાઈફલ્સમાં પોસ્ટેડ છે. અપહરણ થયેલો જવાન આતંકી સમીર ટાઈગરને મારનારી સેનાની ટીમમાં સામેલ રહી ચુક્યો છે. 30 એપ્રિલના સેનાએ એક અથડામણમાં હિઝબૂલના કમાંડર સમીર ટાઈગર અને તેના સાથી અકીબને માર્યા હતા.
જમ્મુ-કાશ્મીરમાં કેંદ્ર સરકારે રમજાનને જોતા સીઝફાયરની જાહેરાત કરી છે. આતંકીઓની વિરૂદ્ધમાં ઓપરેશન બંધ છે. સીઝફાયર દરમિયાન ઘાટીમાં આતંકી ઘટનાઓ વધી ગઈ છે. સેનાએ જવાબી કાર્યવાહી પણ કરી છે. સુરક્ષાદળોએ આજે બાંદીપોરા જિલ્લામાં અથડામણમાં બે આતંકીઓને માર્યયા હતા. આ દરમિયાન એક જવાન પણ શહીદ થયો છે.
રમજાન દરમિયાન સીઝફાયરની જાહેરાત બાદ 29 દિવસમાં 59 નાની-મોટી આતંકી ઘટનાઓ બની છે. રમજાન પહેલા 29 દિવસોમાં 19 હુમલા થયા હતા. સીઝફાયરની જાહેરાત બાદ ગ્રેનેડ હુમલામાં ચાર ગણો વધારો થયો છે. રમજાન દરમિયાન આતંકીઓએ 20 ગ્રેનેડ હુમલા કર્યા છે.
કાશ્મીરમાં થયેલી આતંકી ઘટનાઓ વચ્ચે આજે સુરક્ષા મુદ્દે ગૃહ મંત્રી રાજનાથ સિંહના ઘરે બેઠક થઈ હતી. આ બેઠકમાં રાજનાથ સિંહ, આર્મી ચીફ, ગૃહ સચિવ, અર્ધ સૈનિક દળના ચીફ, જમ્મુ-કાશ્મીર પોલીસના અધિકારી સાથે સાથે ગૃહ મંત્રાલયના અધિકારીઓ પણ સામેલ થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
અમદાવાદ
દેશ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion