Manish Sisodia Arrest: સિસોદિયાની ધરપકડ પર જાણો કેજરીવાલ, ગૌતમ ગંભીર સહિતના નેતાઓએ શું આપી પ્રતિક્રિયા
Manish Sisodia Arrest: મનીષ સિસોદિયાની ધરપકડ પર સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું, 'મનીષ નિર્દોષ છે. તેમની ધરપકડ ગંદી રાજનીતિ છે. મનીષની ધરપકડથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બધા જોઈ રહ્યા છે.
Manish Sisodia Arrest: મનીષ સિસોદિયાની ધરપકડ પર સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું, 'મનીષ નિર્દોષ છે. તેમની ધરપકડ ગંદી રાજનીતિ છે. મનીષની ધરપકડથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બધા જોઈ રહ્યા છે. લોકો બધું સમજી રહ્યા છે. લોકો આનો જવાબ આપશે.
मनीष बेक़सूर हैं। उनकी गिरफ़्तारी गंदी राजनीति है। मनीष की गिरफ़्तारी से लोगों में बहुत रोष है। लोग सब देख रहे हैं। लोगों को सब समझ आ रहा है। लोग इसका जवाब देंगे।
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 26, 2023
इस से हमारे हौसले और बढ़ेंगे। हमारा संघर्ष और मज़बूत होगा।
AAP સાંસદ સંજય સિંહે કહ્યું
તો બીજી તરફ મનીષ સિસોદિયાની ધરપકડ પર AAP સાંસદ સંજય સિંહે કહ્યું, 'દિલ્હીના લાખો બાળકોનું ભવિષ્ય બનાવ્યું છે. મોદીજી, ભગવાન પણ તમને માફ નહીં કરે.
तुम्हारी तानाशाही का अंत होगा मोदी जी, मनीष सिसोदिया जी बाहर आएंगे । देश के करोड़ों लोगों की दुआएं उनके साथ हैं, देश के करोड़ों लोगों का धिक्कार आपके साथ है । देशभर के लोग इसे देख रहे हैं, जनता इसका जवाब देगी। pic.twitter.com/SvpIndLU6a
— Sanjay Singh AAP (@SanjayAzadSln) February 26, 2023
ગૌતમ ગંભીરે સિસોદિયાની ધરપકડ પર ટોણો માર્યો
આ ઉપરાંત બીજેપી સાંસદ ગૌતમ ગંભીરે સિસોદિયાની ધરપકડ પર ટોણો માર્યો હતો. ગંભીરે સીસોદિયાનું નામ લીધા વગર ટ્વીટ કરતા લખ્યું કે, ગુનો કરીને ક્યાં જશો ગાલિબ, આ જમીન, આ આકાશ બધુ “AAP” નું જ છે.
गुनाह करके कहाँ जाओगे ग़ालिब, ये ज़मीं ये आसमां सब “AAP” ही का तो है !
— Gautam Gambhir (@GautamGambhir) February 26, 2023
તજિન્દર પાલ સિંહ બગ્ગાએ સીએમ કેજરીવાલ પર નિશાન સાધ્યું
મનીષ સિસોદિયાની ધરપકડ પર ભાજપના નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગાએ કહ્યું છે કે, "અરવિંદ કેજરીવાલ કહેતા હતા કે જો મારા વ્યક્તિ પર કોઈ આરોપ હશે તો હું તેને તરત જ કાઢી મુકીશ. હવે જોઈએ કે કેજરીવાલ કોઈ પગલાં લે છે કે પછી તે પણ આ દારૂની દલાલીમાં ભાગીદાર છે. થોડા સમયમાં દારૂનો દારૂ, પાણીનું પાણી થઈ જશે.
મનીષ સિસોદિયા ધરપકડ પર બોલ્યા કપિલ મિશ્રા
ભાજપ નેતા કપિલ મિશ્રાએ ટ્વીટ કરતા કહ્યું, દારુ કૌભાંડમા મનિષ સિસોદિયાની પણ ધરપકડ. દારૂના કારણે બરબાદ થયેલા પરિવારોની માતાઓ અને બહેનોની હાય લાગી છે મનીષ સિસોદિયાને. હું શરૂઆતથી કહેતો આવ્યો છું કે કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન જેલમાં જશે, તેમાંથી બે જેલમાં ગયા છે, આગળનો નંબર કેજરીવાલનો છે.
મનીષ સિસોદિયાની ધરપકડ પર AAP ધારાસભ્ય આતિશીની પહેલી પ્રતિક્રિયા
મનીષ સિસોદિયાની ધરપકડ પર AAP ધારાસભ્ય આતિશીએ કહ્યું, 'આજે CBIએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી છે. મનીષ સવારે સીબીઆઈ ઓફિસ જવાના હતા ત્યારે તેણે પોતે જ કહ્યું હતું કે આજે તેની ધરપકડ કરવામાં આવશે. કોણ છે મનીષ જેણે દિલ્હીની શાળાઓની કાયાપલટ કરી. સરકારી શાળાને સુધારવાનું કામ કર્યું. મનીષ સિસોદિયાએ સેંકડો ગરીબ બાળકોને IIT-JEEમાં મોકલ્યા છે. ભાજપ કહે છે કે તેણે 10 હજાર કરોડનું કૌભાંડ કર્યું છે. ક્યાં છે આ હજારો કરોડો રૂપિયા. તેમની સામે ક્યાં અને શું મળી આવ્યું છે. એક વર્ષની તપાસ બાદ પણ કંઈ મળ્યું નથી.