CM કેજરીવાલની જાહેરાત- દિલ્હીના 72 લાખ લોકોને બે મહિના ફ્રી રાશન, ઓટો- રીક્ષા ચાલકોને 5-5 હજારની મદદ
લોકડાઉનના કારણે ગરીબ લોકો માટે આર્થિક સંકટ ઉભુ થયું છે. ગયા અઠવાડિયે અમે મજૂરોના ખાતામાં 5 5 હજાર રુપિયાની રકમ નાંખી હતી.
નવી દીલ્હીઃ કોરોના સંકટની વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓને ફ્રી રાશન અને આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે. સીએમ કેજરીવાલે દિલ્હીના 72 લાખ રાશન કાર્ડ ધારકોને બે મહિના સુધી ફ્રી રાશન અને ઓટો- રીક્ષા ચાલકોને 5000-5000ની આર્થિક મદદ આપવાની વાત કહી છે.
મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું, “દિલ્હીમાં રાશન કાર્ડધારકોને આગામી બે મહિના ફ્રી રાશન આપવામાં આવશે, દિલ્હીમાં લગભગ 72 લાખ રાશન કાર્ડ ધારક છે. તેનો મતલબ એ છે કે લોકડાઉન બે મહિના ચાલશે. દિલ્હી સરકાર તમામ ઓટો અને ટેક્સી ચાલકોને 5000 રૂપિયા આપીને તેમની મદદ કરશે જેથી આ આર્થિક તંગીના સમયમાં તેમને થોડી મદદ મળી શકે.” જે અંતર્ગત દિલ્હીના લગભગ દોઢ લાખ ઓટો ચાલકો અને ટેક્સી ચાલકોને લાભ મળશે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગયા અઠવાડિયે મજૂરોને પણ પ્રકારની મદદ આપવામાં આવી છે.
લોકડાઉનના કારણે ગરીબ લોકો માટે આર્થિક સંકટ ઉભુ થયું છે. ગયા અઠવાડિયે અમે મજૂરોના ખાતામાં 5 5 હજાર રુપિયાની રકમ નાંખી હતી.
કેજરીવાલે તમામ પાર્ટીઓને પણ અપીલ કરી કે મહામારીના આ સમયમાં તેઓ રાજનીતિ ન કરે અને જનતાની મદદ માટે હાથ લંબાવે. તેમણે કહ્યું કે આ લડત આપણા બધાની છે. આથી તેની સામે મળીને લડવું પડશે. તેમણે અપીલ કરી કે બધા ધર્મના લોકો એકબીજાની મદદ માટે આગળ આવે.
અરવિંદ કેજરીવાલે આગળ કહ્યું કે બે મહિના સુધી મફતમાં રાશન મળવાનો અર્થ એ નથી કે લોકડાઉન બે મહિના સુધી ચાલશે. અમે તો ઇચ્છીએ છીએ કે જેવી સ્થિતિ સુધરે કે તરત જ લોકડાઉન દૂર કરવામાં આવે.
સાથે જ તેમણે અપીલ કરી છે કે કોરોનાના કારણે દિલ્હી માટે ત્યારે મુશ્કેલ સમય છે, તેવામાં જે લોકો મદદ કરી શકે છએ, તેઓ લોકોની મદદ કરે. લોકોને ખાવાનું પહોંચાડવા, બેડ અથવા તો ઓક્સિજન અપાવવામાં મદદ કરો. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની બીજી લહેરથી દિલ્હીમાં પણ હાહાકાર મચ્યો છે. ખાસ કરીને દિલ્હીમાં ઓકેસ્જનની અછતના કારણે સ્થિતિ વધારે બગડી છે.