શોધખોળ કરો

Assam, WB Election 2021 Voting : પશ્ચિમ બંગાળમાં 80 ટકા અને આસામમાં 72 ટકા મતદાન

પ્રથમ તબક્કામાં ચૂંટણી લડી રહેલા 191માંથી 19 ઉમેદવાર કરોડપતિ છે. જ્યારે 2 ઉમેદવાર એવા છે જેમની કુલ સંપત્તિ 500 રૂપિયા બતાવવામાં આવી છે.

પશ્ચિમ બંગાળ (West Bengal Elections 2021) અને  આસામ વિધાનસભા ચૂંટણી (Assam Elections 2021) માટે પ્રથમ તબક્કામાં બમ્પર મતદાન થયું. મતદાતાઓમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળ્યો.
ચૂંટણી આયોગ અનુસાર, આસામમાં સાંજે 6 વાગ્યા સુધી 72.14 ટકા મતદાન થયું જ્યારે પશ્ચિમ બંગાળમાં 79.79 ટકા મતદાન થયું હતું. 

ઉલ્લેખનીય છે કે,  પશ્ચિમ બંગાળમાં  પ્રથમ તબક્કામાં  30 બેઠકો પર મતદાન યોજાયું હતું.  સાંજે પાંચ વાગ્યા સુધીના આંકડા મુજબ રાજ્યમાં 79,99 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં પૂર્વ મીનાપુર જિલ્લામાં 82.51 ટકા , ઝારગ્રામમાં 80.55 ટકા, પશ્ચિમ મિદનાપુરમાં 80.12 ટકા, પુરૂલિયામાં 77.07 ટકા અને બાંકુરામાં 79.90 ટકા મતદાન નોંધાયું હતું . મતદારોએ વોટિંગ (Voting) માટે વહેલી સવારથી જ લાઈનો લગાવી હતી. ચુંટણી આયોગ અનુસાર, આસામમાં સાંજે પાંચ વાગ્યા સુધી 71.62 ટકા મતદાન થયું હતું.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ટ્વીટ કરીને જંગી મતદાનની અપીલ કરી છે.

અપડેટ્સ

-  આસામમાં સાંજે 6 વાગ્યા સુધી 72.14 ટકા મતદાન થયું જ્યારે પશ્ચિમ બંગાળમાં 79.79 ટકા મતદાન થયું હતું. 

- ચુંટણી આયોગ અનુસાર, આસામમાં સાંજે પાંચ વાગ્યા સુધી 71.62 ટકા મતદાન થયું છે. 

- સાંજે પાંચ વાગ્યા સુધીમાં પશ્ચિમ બંગાળમાં 79.99 ટકા મતદાન થયું 

- બંગાળમાં 11 વાગ્યા સુધીમાં 24.61 ટકા અને આસામમાં 24.48 ટકા વોટિંગ

- શુભેંદુ અધિકારીના ભાઈએ તેના પર થયેલા હુમલા માટે ટીએમસી પર આરોપ લગાવ્યો હતો.

- આસામના સીએમે 100થી વધુ સીટ જીતવાનો દાવો કર્યો છે.

- બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ રેકોર્ડ વોટિંગ કરવાની અપીલ કરી.

પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં મતદાન  યોજાવાનું અને આસામમાં ત્રણ તબક્કામાં યોજાશે. શનિવારે પ્રથમ તબક્કાના મતદાન (Voters) દરમિયાન પશ્ચિમ બંગાળની 30 બેઠકો પર અને આસામની 47 બેઠકો પર મતદાન થશે.  પશ્ચિમ બંગાળમાં મતદાન સવારે સાત વાગ્યાથી શરૂ થઈને સાંજે 6.30 વાગ્યા સુધી ચાલશે તો આસામમાં સવારે સાત વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે.

પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાની 30 બેઠકો આદિવાસી વિસ્તાર પુરુલિયા, બાંકુરા, ઝાડગ્રામ, પૂર્વી મેદિનીપુર(ભાગ-1) અને પૂર્વી મેદિનીપુર(ભાગ-2) જિલ્લામાં આવેલી છે, જેના પર એક સમયે લેફ્ટ પાર્ટીનો પ્રભાવ માનવામાં આવતો હતો. પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં ચૂંટણી લડી રહેલા 191માંથી 19 ઉમેદવાર કરોડપતિ છે. જ્યારે 2 ઉમેદવાર એવા છે જેમની કુલ સંપત્તિ 500 રૂપિયા બતાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, 2016ની વિધાનસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી TMCને 211 બેઠકો પર  જીત મળી હતી. ભારતીય જનતા પાર્ટીને માત્ર ત્રણ બેઠકો પર સંતોષ કરવો પડ્યો છે. કૉંગ્રેસને આ ચૂંટણીમાં 44 સીટો અને લેફ્ટને 26 બેઠક મળી હતી.

આસામમાં 47 બેઠકો પર મતદાન

આસામમાં 47 બેઠકો પર મતદાન થશે. 295 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. પ્રથમ તબક્કા માટે કુલ 269 ઉમેદવારોએ નામાંકન કર્યું હતું. જેમાંથી 10 ઉમેદવારોનું નામાંકન રદ્દ થયું, જ્યારે 16 ઉમેદવારોએ નામાંકન પરત લીધુ હતું. 269 ઉમેદવારોમાં કુલ 13 મહિલા ઉમેદવાર છે.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં આઠ તબક્કમાં મતદાન યોજાશે અને  2મેના રોજ પરિણામ જાહેર થશે. પશ્ચિમ બંગાળમાં 1 લાખ એક હજાર 916 મતદાન કેંદ્ર બનાવાશે. પ્રથમ તબક્કાનું મતદાન  આવતીકાલે એટલે કે 27 માર્ચના રોજ યોજાશે. બીજા તબક્કામાં 1લી એપ્રિલના રોજ યોજાશે. ત્રીજા તબક્કામાં 6 એપ્રિલ, ચોથા તબક્કાનું 10 એપ્રિલ, પાંચમાં તબક્કાનું 17 એપ્રિલ, છઠ્ઠા તબક્કાનું 22 એપ્રિલ, સાતમાં તબક્કાનું મતદાન 26 એપ્રિલ અને આઠમાં તબક્કાનું મતદાન 29 એપ્રિલના રોજ યોજાશે. પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં મત ગણતરી 2 મેના રોજ થશે.

કોરોનાના કેસ વધતાં મોદી સરકારે કર્યો મોટો નિર્ણય, જાણો કઈ તારીખ સુધી ડ્રાઈવિંગ લાઈસન્સ અને આરસી રિન્યૂ કરાવી શકાશે

રાશિફળ 27 માર્ચ: વૃષભ, મિથુન, ધન અને કુંભ રાશિના જાતકો રહે સાવધાન, જાણો આજનું રાશિફળ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અમેરિકામાં ગન પોઈન્ટ પર ગુજરાતીઓ કેમ?Hun To Bolish : હું તો બોલીશ : આરોગ્ય કેન્દ્રોનો ઈલાજ ક્યારે?Sabarkantha News | વડાલીના નાદરી ગામે ક્રુરતાની હદ વટાવતી ઘટના, અજાણ્યા શખ્સોએ ગૌ માતાનું ગળુ કાપી નાંખ્યુંAravalli News: અરવલ્લી જિલ્લાના માલપુરમાં કરુણ ઘટના, વાત્રક નદીમાં ડુબતા ત્રણ સગીરના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO  
જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે
જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે
હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!
હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!
Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
લો બોલો...! ચીને ભારતની જમીન પર બાંધી લીધા ઘર, ખુદ સરકારે સંસદમાં કર્યો ચોંકાવનારો ખુલાસો
લો બોલો...! ચીને ભારતની જમીન પર બાંધી લીધા ઘર, ખુદ સરકારે સંસદમાં કર્યો ચોંકાવનારો ખુલાસો
Embed widget