શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીના ઘરે હુમલો, સ્ટાફ સાથે મારપીટ
કૉંગ્રેસના સાંસદ અને લોકસભામાં પાર્ટીના નેતા અધિર રંજન ચૌધરીનો આરોપ છે કે મંગળવારે સાંજે દિલ્હીના નિવાસસ્થાને કેટલાક બદમાશોએ હુમલો કર્યા છે.
નવી દિલ્હી: કૉંગ્રેસના સાંસદ અને લોકસભામાં પાર્ટીના નેતા અધિર રંજન ચૌધરીનો આરોપ છે કે મંગળવારે સાંજે દિલ્હીના નિવાસસ્થાને કેટલાક બદમાશોએ હુમલો કર્યા છે. તેમની સાથે અને કર્મચારીઓ સાથે મારપીટ કરવામાં આવી છે. આ હુમલો આશરે 5.30 વાગ્યે કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, કેટલાક અજાણ્યા લોકોએ કોંગ્રેસના નેતાના નિવાસસ્થાનમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યાં હાજર ગૃહ કર્મચારીઓ પર પણ હુમલો કર્યો હતો. ઘટનાની વિગતો જોતા પોલીસ ટીમ અધિર રંજન ચૌધરીના ઘરે પહોંચી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પોલીસે કહ્યું કે અમે હુમલાખોરોને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તેઓ પશ્ચિમ બંગાળના બહરામપુર બેઠક પરથી લોકસભા સાંસદ છે. 2019માં અધીર રંજન ચૌધરીને સોનિયા ગાંધીએ કૉંગ્રેસના લોકસભામાં નેતા બનાવ્યા હતા. લોકસભાની અંદર અને બહાર અધિર રંજન ચૌધરીનું વલણ ખૂબ જ આક્રમક છે.Office of Congress leader in Lok Sabha, Adhir Ranjan Chowdhury: Delhi residence of Member of Parliament, AR Chowdhury was attacked by miscreants around 5:30 pm today. House staff was also thrashed by miscreants. (file pic) pic.twitter.com/wZXOKF45DY
— ANI (@ANI) March 3, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
શિક્ષણ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion