ઓસ્ટ્રેલિયા ભણવા જતા પહેલા સાવધાન! ઓસ્ટ્રેલિયાની પાંચ યુનિવર્સિટીઓએ ભારતીય વિદ્યાર્થીઓ પર લગાવ્યો પ્રતિબંધ
Australian University: ફેબ્રુઆરીમાં, પર્થ સ્થિત એડિથ કોવાન યુનિવર્સિટીએ ભારતીય રાજ્યો પંજાબ અને હરિયાણાના અરજદારો પર પ્રતિબંધ મૂક્યો હતો.
![ઓસ્ટ્રેલિયા ભણવા જતા પહેલા સાવધાન! ઓસ્ટ્રેલિયાની પાંચ યુનિવર્સિટીઓએ ભારતીય વિદ્યાર્થીઓ પર લગાવ્યો પ્રતિબંધ Australia: Ban on admission of Indian students in five Australian universities, know what is the matter ઓસ્ટ્રેલિયા ભણવા જતા પહેલા સાવધાન! ઓસ્ટ્રેલિયાની પાંચ યુનિવર્સિટીઓએ ભારતીય વિદ્યાર્થીઓ પર લગાવ્યો પ્રતિબંધ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/19/04ff625492de23becac4f574c696f78c168186982977375_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Australian Universities Restrict Indian Students: નકલી અરજીઓમાં વધારો થવાને કારણે, ઓસ્ટ્રેલિયાની (Australia) ઓછામાં ઓછી પાંચ યુનિવર્સિટીઓએ ભારતના કેટલાક રાજ્યોના વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષ 2019માં સૌથી વધુ 75,000નો આંકડો પાર કરી શકે છે.
સિડની મોર્નિંગ હેરાલ્ડ અખબારે મંગળવારે અહેવાલ આપ્યો હતો કે વિદ્યાર્થીઓની સંખ્યામાં હાલના વધારાએ ઓસ્ટ્રેલિયાની ઇમિગ્રેશન સિસ્ટમ અને દેશના આકર્ષક આંતરરાષ્ટ્રીય શિક્ષણ બજાર પર સંભવિત લાંબા ગાળાની અસર વિશે ધારાશાસ્ત્રીઓ અને શિક્ષણ ક્ષેત્રની ચિંતાઓ પ્રેરી છે.
નકલી વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થયો છે
ગ્લોબલ એજ્યુકેશન ફર્મ નાવિટાસના જ્હોન ચ્યુએ જણાવ્યું હતું કે, "આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા અપેક્ષા કરતા ઘણી વધારે છે." તેણે કહ્યું, 'અમને ખબર હતી કે સંખ્યામાં ઘણો વધારો થશે, પરંતુ તેની સાથે નકલી વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી છે.' રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સ્થિતિનો સામનો કરવા માટે હવે ઘણી યુનિવર્સિટીઓ પ્રતિબંધ લગાવી રહી છે.
આ 5 યુનિવર્સિટીઓ છે
ધ એજ અને ધ સિડની મોર્નિંગ હેરાલ્ડ અખબારો અનુસાર, વિક્ટોરિયા યુનિવર્સિટી, એડિથ કોવાન યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ વોલોન્ગોંગ, ટોરેન્સ યુનિવર્સિટી અને સાઉથ ક્રોસ યુનિવર્સિટીએ ભારતીય વિદ્યાર્થીઓની અરજીઓ પર પ્રતિબંધાત્મક પગલાં લીધાં છે.
ભારતીય રાજ્યો – પંજાબ અને હરિયાણાના અરજદારો પર પ્રતિબંધ
ફેબ્રુઆરીમાં, પર્થ સ્થિત એડિથ કોવાન યુનિવર્સિટીએ ભારતીય રાજ્યો પંજાબ અને હરિયાણાના અરજદારો પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી, માર્ચમાં, વિક્ટોરિયા યુનિવર્સિટીએ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સહિત આઠ ભારતીય રાજ્યોના વિદ્યાર્થીઓની અરજી પર પ્રતિબંધ લંબાવ્યો. ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે તેમની ભારત મુલાકાત દરમિયાન યુનિવર્સિટીઓ અને કોલેજો સાથે નવા કરારની જાહેરાત કર્યા પછી આ વિકાસ થયો હતો.
તમને જણાવી દઈએ કે માર્ચ 2023માં ભારતની મુલાકાતે આવેલા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને ગુજરાતમાં કહ્યું હતું કે ભારતીય લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયામાં માન્યતા આપવામાં આવશે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં (Asutralia) ભણેલા ભારતીય વિદ્યાર્થીઓની ઓસ્ટ્રેલિયન ડિગ્રીને પણ ભારતમાં માન્યતા આપવામાં આવશે.
આ પણ વાંચોઃ
આ સરકારી બેંકના ગ્રાહકો ATM નો ઉપયોગ કરતાં પહેલા જાણીલે નવો નિયમ, ATM ટ્રાન્ઝેક્શન ફેલ પર ચૂકવવો પડશે દંડ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)