શોધખોળ કરો

'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 

અયોધ્યામાં આજે એક ઐતિહાસિક ક્ષણ સાકાર થઈ. શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર ધર્મ ધ્વજ લહેરાવવામાં  આવ્યો. આ શુભ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન રામને હાથ જોડીને પ્રણામ કર્યા.

અયોધ્યામાં આજે એક ઐતિહાસિક ક્ષણ સાકાર થઈ. શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર ધર્મ ધ્વજ લહેરાવવામાં  આવ્યો. આ શુભ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન રામને હાથ જોડીને પ્રણામ કર્યા. અભિજીત મુહૂર્ત દરમિયાન વૈદિક મંત્રોના જાપ અને ધ્વજારોહણથી સમગ્ર રામનગરી ઉત્સવના રંગમાં રંગાઈ ગઈ. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે સદીઓ જૂના ઘા રૂઝાઈ રહ્યા છે.  આજે સમગ્ર વિશ્વ રામમય છે. દરેક રામભક્તના હૃદયમાં અદ્વિતીય સંતોષ, અપરંપાર કૃતજ્ઞતા અને અલૌકિક આનંદ છલકાય છે.

પીએમ મોદીએ કહ્યું, "આજે, અયોધ્યા શહેર ભારતની સાંસ્કૃતિક ચેતનામાં વધુ એક ઉત્કર્ષ બિંદુનું સાક્ષી બની રહ્યું છે. શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજવંદન ઉજવણીની આ ક્ષણ અનોખી અને અસાધારણ છે. આ ધર્મધ્વજ ફક્ત એક ધ્વજ નથી.તે ભારતીય સંસ્કૃતિના પુનર્જાગરણનો ધ્વજ છે. આ ધ્વજ સંઘર્ષ દ્વારા સર્જનની ગાથા છે, સદીઓથી ચાલી રહેલા સપનાઓનું સાકાર સ્વરૂપ છે, સંતોની સાધના અને સમાજની સહભાગિતાની સાર્થક પરિણીતી છે. 

'સદીઓનું દુઃખ આજે સમાપ્ત થઈ રહ્યું છે' - પીએમ મોદી

પીએમ મોદીએ વધુમાં કહ્યું, "સદીઓનું દુઃખ આજે સમાપ્ત થઈ રહ્યું છે. સદીઓના સંકલ્પ આજે પૂર્ણ થઈ રહ્યા છે. આજે એક એવા યજ્ઞની પૂર્ણાહુતિ છે જેની આગ 500 વર્ષથી પ્રજ્જવલિત રહી. એક એવો યજ્ઞ જે ક્યારેય પોતાની શ્રદ્ધામાં ડગમગ્યો નહીં, ક્યારેય પોતાની શ્રદ્ધા ગુમાવી નહીં. આ ધર્મધ્વજ ફક્ત એક ધ્વજ નથી; તે ભારતીય સંસ્કૃતિના પુનર્જાગરણનો ધ્વજ છે. તેનો ભગવો રંગ, તેના પર રચાયેલ સૂર્યવંશની ખ્યાતિ વર્ણિત ઓમ શબ્દ અને વૃક્ષ રામ રાજ્યની કીર્તિનો પ્રતિરુપિત કરે છે.  આ ધ્વજ સંકલ્પ છે, આ ધ્વજ સફળતા છે. આ ધ્વજ સંઘર્ષથી સૃજનની ગાથા છે. 

પીએમ મોદીએ આ મહત્વપૂર્ણ વાત કહી

પીએમ મોદીએ કહ્યું, "ચાલો આપણે એક એવો સમાજ બનાવીએ જ્યાં ગરીબી ન હોય, કોઈ દુ:ખી કે લાચાર ન હોય. જે લોકો, કોઈ કારણોસર, મંદિરમાં આવી શકતા નથી  અને દૂરથી મંદિરના ધ્વજને પ્રણામ કરે છે, તેમને પણ એટલું જ પુણ્ય મળી જાય છે.  આ ધર્મ ધ્વજ મંદિરના ધ્યેયનું પ્રતીક છે. આ ધ્વજ દૂરથી રામ લલ્લાની જન્મભૂમિના દર્શન કરાવશે.  યુગો યુગો સુધી શ્રી રામના આદેશો અને પ્રેરણાઓ ને માનવ સુધી પહોંચાડશે. વિશ્વભરના લાખો રામ ભક્તોને આ અદ્રિતીય અવસર પર શુભકામનાઓ પાઠવું છું."

ટોપ સ્ટોરી

TMCનું ચૂંટણી ચિહ્ન ફ્રીઝ: ચૂંટણી પંચે બંને જૂથો પાસેથી માંગ્યા નવા નામ અને સિમ્બોલ
TMCનું ચૂંટણી ચિહ્ન ફ્રીઝ: ચૂંટણી પંચે બંને જૂથો પાસેથી માંગ્યા નવા નામ અને સિમ્બોલ
દિશા સાલિયાન કેસ: આદિત્ય ઠાકરે બાદ હવે ઉદ્ધવ ઠાકરે બોલ્યા, 'મારું પણ નામ...'
દિશા સાલિયાન કેસ: આદિત્ય ઠાકરે બાદ હવે ઉદ્ધવ ઠાકરે બોલ્યા, 'મારું પણ નામ...'
Weather Update: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
BRICS બાદ દુનિયાના આ નેતાઓની બગડી તબિયત, જાણો MEAએ શું કર્યો ખુલાસો
BRICS બાદ દુનિયાના આ નેતાઓની બગડી તબિયત, જાણો MEAએ શું કર્યો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડિજિટલની માયાજાળ
Hun To Bolish | હું તો બોલીશ | લાલિયાવાડી
Ahmedabad | સરખેજમાં ત્રિપલ અકસ્માતમાં સગીર ઈજાગ્રસ્ત
અમેરિકાના 100 ટકા ટેરિફ સામે નહીં ઝૂકે ભારત, રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે
PM Modi Birthday : અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલે કરી શર્મિષ્ઠા તળાવની આરતી, હાટકેશ્વર મંદિર સુધી કરી પદયાત્રા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Live Update: રાજ્યમાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં જળબંબાકાર, 4 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Rain Live Update: રાજ્યમાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં જળબંબાકાર, 4 જિલ્લામાં રેડ એલર્ટ
TMCનું ચૂંટણી ચિહ્ન ફ્રીઝ: ચૂંટણી પંચે બંને જૂથો પાસેથી માંગ્યા નવા નામ અને સિમ્બોલ
TMCનું ચૂંટણી ચિહ્ન ફ્રીઝ: ચૂંટણી પંચે બંને જૂથો પાસેથી માંગ્યા નવા નામ અને સિમ્બોલ
IND vs AFG: ભારતે અફઘાનિસ્તાનને 127 રને હરાવ્યું, 3-0થી જીતી સીરીઝ 
IND vs AFG: ભારતે અફઘાનિસ્તાનને 127 રને હરાવ્યું, 3-0થી જીતી સીરીઝ 
Govt Pension Scheme: 3000 રૂપિયા પેન્શનની ગેરન્ટી, ખેડૂતો માટે સરકારની શાનદાર યોજના
Govt Pension Scheme: 3000 રૂપિયા પેન્શનની ગેરન્ટી, ખેડૂતો માટે સરકારની શાનદાર યોજના
IND vs AFG: ટી20માં અભિષેક શર્માનો વર્લ્ડ રેકોર્ડ,  30 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો
IND vs AFG: ટી20માં અભિષેક શર્માનો વર્લ્ડ રેકોર્ડ,  30 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો
જોસ બટલરે રચ્યો ઈતિહાસ, 15000 રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો
જોસ બટલરે રચ્યો ઈતિહાસ, 15000 રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો
Gujarat Rain Forecast:10 વાગ્યા સુધીમાં આ જિલ્લામાં પડશે અતિ ભારે વરસાદ, 4 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Rain Forecast: 10 વાગ્યા સુધીમાં આ જિલ્લામાં પડશે અતિ ભારે વરસાદ, 4 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 1 વાગ્યા સુધી 6 જિલ્લામાં રેડ એલર્ટ, 20માં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 1 વાગ્યા સુધી 6 જિલ્લામાં રેડ એલર્ટ, 20માં ઓરેન્જ એલર્ટ
Embed widget