શોધખોળ કરો

Badlapur Sexual Assault: મહારાષ્ટ્રના બદલાપુરમાં પ્રદર્શનકારીઓ પર એક્શન, 300 પર FIR, 40ની ધરપકડ

Badlapur Sexual Assault: ઘટના બાદ લોકો રોષે ભરાયા હતા અને રેલવે ટ્રેક બ્લોક કરી દીધો હતો.

Badlapur Sexual Assault:  મહારાષ્ટ્રના બદલાપુરમાં સ્કૂલમાં બે બાળકીઓના જાતીય શોષણની ઘટના બાદ ખળભળાટ મચી ગયો છે. ઘટના બાદ લોકો રોષે ભરાયા હતા અને રેલવે ટ્રેક બ્લોક કરી દીધો હતો. શાળામાં તોડફોડ કરવામાં આવી હતી, ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ઈન્ટરનેટ બંધ કરાયુ હતું. આ સમગ્ર મામલે વિરોધ પ્રદર્શન કરી રહેલા લગભગ 300 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ પછી પોલીસે 40 થી વધુ લોકોની ધરપકડ કરી છે. થાણે પોલીસનું કહેવું છે કે ધરપકડ કરાયેલા લોકોને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આ ઘટના અંગે સેન્ટ્રલ રેલવે જીઆરપીના ડીસીપી મનોજ પાટીલે કહ્યું કે સ્થિતિ સામાન્ય છે. રેલવેની અવરજવર પણ સામાન્ય છે. હવે કોઈ કલમ લાગુ કરવામાં આવી નથી. ઈન્ટરનેટ સેવાઓ થોડા દિવસો માટે સ્થગિત રહેશે, જેથી અફવાઓ ન ફેલાય.

પોલીસના જણાવ્યા અનુસાર, 13 ઓગસ્ટે શાળાના ટોઇલેટમાં સફાઇ કર્મચારીએ બે બાળકીઓનું જાતીય શોષણ કર્યું હતું. એક પીડિતાએ તેના માતા-પિતાને 16 ઓગસ્ટે આ ઘટના વિશે જણાવી ત્યારે તેનો ખુલાસો થયો હતો. આરોપી અક્ષય શિંદેની 17 ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી. જાતીય સતામણી કેસમાં આરોપી અક્ષય શિંદેને કલ્યાણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, તે દરમિયાન મીડિયાને કોર્ટ પરિસરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

NCP (SCP) સાંસદ સુપ્રિયા સુલેએ પાર્ટીના કાર્યકરો સાથે બદલાપુર ઘટનાને લઇને મહારાષ્ટ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઘટનાની જાણ થતા મંગળવારે હજારો લોકો બદલાપુર રેલવે સ્ટેશન પર એકઠા થયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેના કારણે 12 એક્સપ્રેસ અને મેલ ટ્રેનોના રૂટ બદલવા પડ્યા હતા. 30 લોકલ ટ્રેનોને આંશિક રીતે રદ કરવી પડી હતી અને કેટલીક લાંબા અંતરની ટ્રેનોના રૂટ પણ બદલવામાં આવ્યા હતા.

બદલાપુરમાં વિરોધ હિંસક બન્યો હતો અને ગુસ્સે થયેલા લોકોએ પથ્થરમારો કર્યો અને શાળામાં તોડફોડ કરી હતી. પોલીસે નવ કલાક પછી લાઠીચાર્જ કરીને ટોળાને વિખેર્યું હતું.

પીડિત બાળકીઓના માતા-પિતાનો આરોપ છે કે પોલીસે 12 કલાક પછી તેમની ફરિયાદ નોંધી હતી.  સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે સ્કૂલમાં લાગેલા સીસીટીવી કામ કરી રહ્યા નથી. આ ઘટના બાદ સ્કૂલ મેનેજમેન્ટે પ્રિન્સિપાલ, ક્લાસ ટીચર અને એક મહિલા કર્મચારીને સસ્પેન્ડ કરી દીધા છે. આરોપી અક્ષય શિંદેની નિમણૂક 1 ઓગસ્ટના રોજ કોન્ટ્રાક્ટ પર કરવામાં આવી હતી. આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર સરકારે આ મામલાની તપાસ માટે વરિષ્ઠ IPS અધિકારી આરતી સિંહની અધ્યક્ષતામાં SITની રચના કરવાનો આદેશ આપ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ બાખડ્યા બાબુ  અને નેતા?Hun To Bolish : હું તો બોલીશ : સુરેન્દ્રનગરનો કાલા પથ્થરAhmedabad Police VIDEO: DGPના આદેશ વચ્ચે અમદાવાદ પોલીસની લાપરવાહીનો પર્દાફાશGujarat Vidhan Sabha: વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારનો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
જિયો યૂઝર્સને પડી જશે મોજ, 200 દિવસ માટે રિચાર્જ અને ફ્રી કોલિંગનું ટેન્શન ખતમ 
જિયો યૂઝર્સને પડી જશે મોજ, 200 દિવસ માટે રિચાર્જ અને ફ્રી કોલિંગનું ટેન્શન ખતમ 
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર  700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર 700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Embed widget