શોધખોળ કરો
ટેલિકોમ કંપનીઓના નુકસાને વધાર્યું બેન્કોનું ટેન્શન, ડિફોલ્ટ થવાનો ડર
એરટેલ અને વોડાફોન-આઇડિયાના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર થયા છે. આ પરિણામોમાં બંન્ને કંપનીઓને અત્યાર સુધીનું સૌથી મોટું નુકસાન થયું છે

નવી દિલ્હીઃ છેલ્લા દિવસોમાં દેશની બે સૌથી મોટી ટેલિકોમ કંપનીઓ એરટેલ અને વોડાફોન-આઇડિયાના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર થયા છે. આ પરિણામોમાં બંન્ને કંપનીઓને અત્યાર સુધીનું સૌથી મોટું નુકસાન થયું છે. એવામાં હવે આ કંપનીઓને લોન આપનારી બેન્કોનું ટેન્શન વધી ગયું છે. વાસ્તવમાં અગાઉથી જ નોન પરફોર્મિગ એસેટના કારણે ટેન્શનમાં રહેલા બેન્કિંગ સેક્ટરને ડિફોલ્ટ થવાની આશંકા છે. ડિફોલ્ટથી બેન્કોના એનપીએ વધવાનો ખતરો છે. તે સિવાય મ્યૂચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી પણ પ્રભાવિત થઇ શકે છે. નામ ન આપવાની શકતે એક બેન્કરે કહ્યુ કે, આ ફક્ત એક કંપનીના નુકસાનનો સવાલ નથી. તે સિવાય બેન્કિંગ ઇન્ડસ્ટ્રીને ખત્મ કરવાની તૈયારી ચાલી રહી છે. ટેલિકોમ કંપનીઓ તરફથી ટેલિકોમ વિભાગને આપનારી બાકી રકમ અને બેન્ક ગેરંન્ટી મોટી છે. સરકાર ડિફોલ્ટને મંજૂરી આપે છે અથવા અન્ય નવો રસ્તો ખોલે છે તો હવે સરકારે નિર્ણય કરવાનો છે. સરકારે ડિફોલ્ટની સંભાવના ઓછી રાખવાનો પ્રયાસ કરવો જોઇએ. વાસ્તવમા ટેલિકોમ કંપનીઓને સરકારને એક લાખ કરોડ રૂપિયાથી વધુની બાકી રકમ આપવાની છે. કંપનીઓ પર આ બોજ એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યૂ (AGR) હેઠળ પડ્યો છે. એજીઆર સંચાર મંત્રાલયના ટેલિકોમ વિભાગ દ્ધારા ટેલિકોમ કંપનીઓ પાસેથી વસૂલવામાં આવતા યુઝેસ અને લાયસન્સિંગ ફી છે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ





















