મોદી પ્લેનમાંથી ઉતરતાં જેને ભેટી પડ્યા એ કરીમુલ હક કોણ છે? લોકોએ પૂછ્યું, હવે ક્યાં ગઈ દો ગજ કી દૂરી?
પીએમ મોદીએ એરપોર્ટ પર વિમાનમાંથી ઉતરતાં ગળે મળ્યા તે શખ્સ કોણ છે, તેના વિશે લોકો સર્ચ કરવા લાગ્યા હતા. જોકે, બાદમાં ખબર પડી કે આ શખ્સ બીજો કોઇ નહીં પરંતુ પદ્મ પુરુસ્કાર વિજેતા કરીમુલ હક હતા.
સિલિગુડીઃ પશ્ચિમ બંગાળ ચૂટણીમાં પ્રચાર (west bengal assembly elections 2021) માટે સિલિગુડી પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદી (PM Modi) બાગડોગરાના એરપોર્ટ પર ઉતર્યા. વિમાનમાંથી ઉતરતાં જ પીએમે અહીં એક વ્યક્તિને ગળે લગાવી દીધો હતો. જેની તસવીરો સોશ્યલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ હતી. પીએમ મોદીએ એરપોર્ટ પર વિમાનમાંથી ઉતરતાં ગળે મળ્યા તે શખ્સ કોણ છે, તેના વિશે લોકો સર્ચ કરવા લાગ્યા હતા. જોકે, બાદમાં ખબર પડી કે આ શખ્સ બીજો કોઇ નહીં પરંતુ પદ્મ પુરુસ્કાર વિજેતા કરીમુલ હક હતા (Karimul Haq).
કરીમુલ હક ખરેખરમાં એક સમાજસેવક છે, અને પદ્મશ્રી એવોર્ડથી કેન્દ્ર સરકાર તેમને સન્માનિત પણ કરી ચૂકી છે. કરીમુલ હકને જલપાઇગુડી એરિયામાં લોકો બાઇક એમ્બ્યૂલન્સ દાદા તરીકે પણ ઓળખે છે. ખરેખરમાં કરીમુલ હકે ગંભીર રીતે બિમાર લોકોને સારવાર આપી અને હૉસ્પીટલ પણ પહોંચાડ્યા છે, કરીમુલ હકે બિમાર દર્દીઓને હૉસ્પીટલ પહોંચાડવા માટે પોતાની બાઇકને એમ્બ્યૂલન્સમાં ફેરવી દીધી હતી. તેઓ જલપાઇગુડી એરિયામાં બાઇક એમ્બ્યૂલન્સ દ્વારા સેંકડો લોકોના જીવ બચાવી ચૂક્યા છે. તેમની આ જ સેવાઓનુ સન્માન કરતા કેન્દ્ર સરકારે તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા હતા.
ખરેખરમાં કરીમુલ હક જ્યારે ચાના બગીચામાં કામ કરતા હતા, તે સમયે તેમના એક સાથીને તબિયત અચાનક લથડી પડી હતી, તે બેહોશ થઇ ગયો અને નીચે પડી ગયો હતો. આ દરમિયાન તેમને એમ્બ્યૂલન્સને ફોન કર્યો પરંતુ એમ્બ્યૂલન્સ આવવામાં સમય લાગી ગયો. આને જોઇને કરીમુલ હકે પોતાના સાથીને પોતાની પીઠ પર બાંધ્યો અને ત્રીજા સાથીની મદદથી બાઇક પર જ તેને હૉસ્પીટલ પહોંચાડ્યો હતો. સેવા દરમિયાન તેમને લગભગ 45 કિલોમીટરનુ અંદર આ બાઇક એમ્બ્યૂલન્સમાં કાપ્યુ હતુ. આ રીતે તેમને બાઇક એમ્બ્યૂલન્સનો આઇડિયા આવ્યો હતો.
પીએમ મોદી જ્યારે વિમાનમાંથી નીચે ઉતર્યા અને કરીમુલ હકને ભેટ્યા તો તેમને સોશ્યલ મીડિયા પર એકબાજ પ્રસંશા તો બીજીબાજુ ટ્રૉલનો શિકાર થવુ પડ્યુ હતુ. કેટલાક લોકો તેમને કોરોના કાળમાં ભેટવા પર દો ગજની દુરી યાદ અપાવવા લાગ્યા હતા. લોકોએ પૂછ્યું, હવે ક્યાં ગઈ દો ગજ કી દૂરી? ઉલ્લેખનીય છે કે જ્યારે પીએમ મોદી કરીમુલ હકને ભેટ્યા ત્યારે બન્નેના મોઢા પર માસ્ક પહેરેલુ હતુ.