શોધખોળ કરો

Punjab CM Oath Ceremony: આ તારીખે પંજાબના મુખ્યમંત્રી પદના શપથ લેશે ભગવંત માન

AAPએ રાજ્યની 117 વિધાનસભા બેઠકોમાંથી 92 બેઠકો જીતી છે. માન ધુરી બેઠક પરથી 58,206 મતોના જંગી અંતરથી જીત્યા છે.

Punjab CM Oath Ceremony: પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP)ની શાનદાર જીત બાદ હવે ભગવંત માન 16 માર્ચે મુખ્યમંત્રી પદના શપથ લેશે. અગાઉ 13 માર્ચે AAPના વડા અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન અમૃતસરમાં રોડ શો કરશે. માન હાલમાં દિલ્હીમાં છે અને આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ પ્રસંગે AAP નેતા રાઘવ ચઢ્ઢા પણ હાજર હતા.

AAPએ રાજ્યની 117 વિધાનસભા બેઠકોમાંથી 92 બેઠકો જીતી છે. માન ધુરી બેઠક પરથી 58,206 મતોના જંગી અંતરથી જીત્યા છે. રાષ્ટ્રીય રાજધાની માટે રવાના થતા પહેલા સંગરુરમાં પત્રકારો સાથે વાત કરતા માને કહ્યું હતું કે તેઓ કેજરીવાલને મળીને પંજાબ ચૂંટણીમાં પાર્ટીની જીત પર અભિનંદન આપશે.

માને કહ્યું કે નવાંશહર જિલ્લામાં મહાન સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહના મૂળ ગામ ખટકર કલાનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. પાર્ટીની શાનદાર ચૂંટણી જીત પર, માનએ કહ્યું, "લોકોએ ઘમંડી લોકોને હરાવ્યા અને તેઓએ સામાન્ય લોકોને વિજયી બનાવ્યા."

પંજાબમાં AAPએ કુલ 92 સીટો જીતી છે

ઉલ્લેખનીય છે કે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. રાજ્યમાં આમ આદમી પાર્ટીએ ગુરુવારે યોજાયેલી મત ગણતરીમાં રાજ્યની વિધાનસભાની 117 બેઠકોમાંથી 92 બેઠકો જીતી, કોંગ્રેસ અને શિરોમણી અકાલી દળ-BSP ગઠબંધનને ઘણું પાછળ છોડી દીધું.

AAPના ઉમેદવારોએ ઘણા મોટા ચહેરાઓને હરાવ્યા

આ ચૂંટણીમાં મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની, શિરોમણી અકાલી દળ (SAD)ના દિગ્ગજ નેતા પ્રકાશ સિંહ બાદલ, તેમના પુત્ર સુખબીર સિંહ બાદલ અને પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ જેવા મોટા નેતાઓને હારનો સામનો કરવો પડ્યો હતો. AAPએ રાજ્યમાં ત્રણ-ચતુર્થાંશ બેઠકો જીતી છે, જ્યારે કોંગ્રેસને 18, SAD 3, BJP 2 અને બહુજન સમાજ પાર્ટીએ 1 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે. એક અપક્ષ ઉમેદવાર પણ ચૂંટણી જીત્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું? MSME, સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો અને મત્સ્યોદ્યોગને ફાયદા
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું?
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dahod News: દાહોદના આફવા ગામે કુવામાં પડતા માતા સહિત બે બાળકીના મોતSurat News: સુરતના ભટારમાં બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા હોવાના આરોપ સાથે બબાલ થઈHun To Bolish : હું તો બોલીશ : કેમ શરૂ થયો કર્મચારીઓનો કકળાટ?Hun To Bolish : હું તો બોલીશ : બજેટ કોને ફળ્યું, કોને નડ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું? MSME, સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો અને મત્સ્યોદ્યોગને ફાયદા
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું?
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
Embed widget